કેશોદ તાલુકાના મોવાણા ખાતે વિશ્વ વિખ્યાત ડોક્ટર સેમ્યુઅલ હેનીમેન દ્વારા શોધાયેલ ચિકિત્સા પદ્ધતિ જેનું નામ હોમિયોપેથીક રાખવામાં આવેલ આ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવેલ દવા હાલ મોવાણા સરકારી દવાખાના મોવાણા દ્વારા તારીખ 7 ,8 ,9 ,10 ચાર દિવસ અલગ અલગ પ્રકારના નિદાન કેમ્પો યોજવામાં આવેલ જેમાં કુલ 118 માણસોએ હોમિયોપેથીક દવાનો લાભ લીધેલ તેમજ આજ રોજ તારીખ 10 એપ્રિલ નો નિદાન કેમ્પ સરકારી હોમિયોપેથિક મેડિકલ ઓફિસર ડોક્ટર નિકેતાબેન પટેલ દ્વારા આ કેમ્પનું આયોજન કરેલ તેમાં ગ્રામજનો તેમજ ગામના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા જેમાં પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા તેમજ પૂર્વ સરપંચ મનસુખ મકવાણા તથા હાલના પંચાયતના સભ્યો તેમ જ સરપંચ અનિલભાઈ હદવાણી તથા ઉપસરપંચ નિલેશભાઈ હદવાણી, અધ્યક્ષ દિલીપભાઈ મકવાણા,ગૌસેવા મંડળ તરફથી ભીખાભાઈ હદવાણી , જયંતીભાઈ હદવાણી,ગામના આગેવાનો શકરા ભાઈ મકવાણા, વાલજીભાઈ ભાડજા, અમૃતલાલ ગરધરીયા, રમેશભાઈ આકોલા, કાસમ બાપુ મિહાય, વાઘેલા વિમલભાઈ તથા વાઘેલા નારણભાઈ તથા હમેરા બેન તથા રંભાબેન સૌ સાથે મળી વિશ્વ હોમિયોપેથી દિવસ ની જોર શોર ઉજવણી કરેલ હતી તેમજ નિદાન કેમ્પમાં પણ ભાગ લીધેલ હતો
અહેવાલ : રાવલિયા મધુ કેશોદ