કેશોદ તાલુકાનું મેસવાણ ગામ આવ્યું ભ્રષ્ટાચારના ભરડામાં.

કેશોદ તાલુકા ના મેસવાણ ગામના ઉપ સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર થયા ના ખુલ્લા આક્ષેપ કરાયા છે જેમાં વોટર ફિલ્ટર પ્લાન્ટ મુકાયા પણ નથી અને બિલો બની ગયા ખાસ તો વિસ કે પચીસ હજાર ના ફિલ્ટર મૂકી અને અંદાજીત ચાર લાખ જેવી ગ્રાન્ટ ના બિલો ઉધારવામાં આવ્યા ની વાત સામે આવતા ઉપ સરપંચ ને જાણ મળતા સત્ય બહાર આવ્યું હતું કે જે વસ્તુ આવેલ નથી અને બિલો તો ચુકવણી પણ થઈ ગઈ છે .

તેમાં સરકારના પૈસા નો ખુલ્લો વેડફાટ થતો હોય અને ભૂખ્યા ભૂંડ જેવા વચેટિયાઓ વચ્ચે થી ગ્રાન્ટ ની ભાગ બટાઈ કરતા હોય એ સિવાય પણ cctv કેમેરા , કચરા માટે ના ડસ્ટબીન જેવી વસ્તુ ઓ માં પણ લાવવામાં આવેલ વસ્તુઓ કરતા અનેક ગણા ભાવ ના બિલો ઉધારવામાં આવ્યા ની ચર્ચા ઓ થતા ઉપ સરપંચ દ્વારા કેશોદ તાલુકા પંચાયત કચેરી ખાતે લેખિત માં જાણ કરી સંડોવાયેલા તમામ ને બહાર લાવવા ટી.ડી.ઓ કેશોદ ને લેખિત માં જાણ કરવામાં આવેલી છે


વધુ માં જણાવ્યું હતું કે આવી તમામ બાબતો માં અનેક ગણા બિલો બને છે અને માલ પણ isi માર્ક ની જગ્યાએ કોઈ નામ પગ વગર ની કમ્પની ઓ નો મોકલી ખુલ્લી લૂંટ ચાલતી હોય તેવી મૌખિક રજુઆત કરતા કેશોદ તાલુકા પંચાયત કચેરી દ્વારા બે અધિકારીઓ ને મોકલી તપાસ કરવામાં આવતા સ્થળ પર કઈ જોવા મળેલ ન હતું
ત્યારે આજરોજ ઉપ સરપંચ ભુપત બાબરીયા દ્વારા આ તમામ મુદ્દે તપાસ કરવા ટી.ડી.ઓ કેશોદ ને લેખિત માં જાણ કરી તપાસ કરવા જણાવ્યું હતું.

અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)