કેશોદ તાલુકામાં ઘેડ વિસ્તારમાં તારાજી સર્જાઈ.ઘેડ વિસ્તાર ના કેટલાય ગામો બન્યા સંપર્ક વિહોણા

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લા ના કેશોદ અને માંગરોળ તાલુકાના ઘણા ખરા ગામો માં ઉપર વાસ માં વરસાદ થવાથી ઘેડ વિસ્તાર માં હર શાલ ચોમાસા ના સમય માં વધુ વરસાદ થવાથી પાણી આવી જાવાથી ત્યાં ના લોકો મુંજવણ માં મુકાંઈ રહ્યા છે હાલ ઉપર વાસ માં વધુ વરસાદ ના કારણે ઘેડ પંથક માં હજારો હેકટર જમીન નું ધોવાણ થઈ રહ્યું છે ત્યારે આ વખતેજ નહિ પરંતુ દર વખતે આ પોઝીશન સામે આવે છે પછી આ આવેલ પાણી ઓછું થશે ત્યારે રાજકીય આગેવાનો પોતાના રોટલા શેકવા નીકળી પડશે દર ચૂંટણી સમયે જેતે વિસ્તાર ના પ્રશ્નો શુ છે તે મુજબ બનાવટ કરી ખોટા વાયદાઓ કરી અને ચૂંટણી જીત્યા બાદ કોણ હું ને કોણ તું થઈ જાય છે હાલ આ બામનાસા ગામ ની સિમ માં દર વખતે ઓઝત નદી નો પાળો તૂટી અને હજારો વિઘા જમીન માં વાવેલો પાક પર પાણી ફરી વળે છે અને જમીન નું પણ ધોવાણ થાય છે એ બધાજ અહીં આવી અને વાતો કરનાર કોઈ પાછું વળી જોતા નથી હાલ જ લોક સભા પોરબંદર ની ચૂંટણી સમયે બામનાસા ગામ માં ભાગવત સપ્તાહ ના સમયે જ વચન આપેલ કે આ ગામ ના મુખ્ય પ્રશ્નો માં પાળો તૂટે છે તે પ્રશ્ન હું પ્રથમ રજુઆત કરીશ બાદ પોતે ચૂંટાઈ ગયા અને વરસાદ થયો ને પાળો પણ તૂટી ગયો જમીન નું ધોવાણ પણ થઈ ગયું હવે ક્યારે નદી પહોળી અને ઊંડી થશે એતો રામ જાણે પરંતુ આ પહેલા ના સાંસદ રમેશ ધડુક દ્વારા આપવામાં આવીજ ચિંગમ આવેલી હતી જે ઘેડ વિસ્તાર ના લોકો ગળે પણ ઉતારી નથી શકતા અને ચાવી પણ નથી શકતા તેમના દ્વારા આપવામાં આવેલ એક પણ વચન પૂરું નથી થયું તમામ વચનો ખોટા ઠર્યા ..

ત્યારે હાલ પણ એજ પરિસ્થિતિ આવી ને ઉભી છે પાણી ઓસર્યા બાદ રાજકીય આગેવાનો નો હડકમ્પ મચશે રોડ દેખાયા બાદ એટલી ગાડીઓ દોડતી દેખાશે.પણ અત્યારે તો તમારું છે ને તમે જાણો ..આ વિસ્તાર ના લોકો છે તેની શુ મુંજવણ છે હાલ જનતા જ ભોગવી રહી છે અને નેતાજી થી ભૂલ થી પણ કોઈ નો ફોન ઉપડી પણ જશે તો જેતે વિસ્તાર ના તંત્ર પણ જવાબદારી ઠોકી બેસાડવામાં આવશે આના સિવાય રાજકીય આગેવાનો કશુંય કરી શકવાના નથી તમામ પાણી ઉતરી ગયા બાદ રોડ દેખાતા થઈ જશે ત્યારે નેતાજી પોતાના રાજકીય ઠાઠ માં આવી ને એન્ટ્રી મારશે બાકી હાલ પ્રજાનું શુ છે

એતો TV પર નિહાળી લેવામાંજ મજા છે બીજું કે રાજકીય આગેવાનો અને પ્રજા વચ્ચે ના સંબંધ શુ એ કોને ખબર….?
જોઈએ આવનાર સમય ઘેડ વિસ્તાર ના લોકો માટે કેટલો કારગત નીવડે છે એતો આવનારો સમય જ બતાવશે…

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)