ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી “સ્વાગત ઓનલાઇન ફરીયાદ નિવારણ કાર્યક્રમ” હેઠળ તાલુકા સ્તરે નાગરિકોની સમસ્યાઓને તાત્કાલિક ઉકેલવા માટે યોજાનારા કાર્યક્રમનો લાભ હવે કેશોદ તાલુકાના લોકોને પણ મળશે.
કેશોદ તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આવનાર તા. ૨૬ ઓગસ્ટ ૨૦૨૫, સોમવારના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે કેશોદ મામલતદાર કચેરી ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં તાલુકાના નાગરિકો તેમના જમીન સંબંધિત પ્રશ્નો, આવક-જાતિ-નિવાસના દાખલા, પેન્શન, શાસન યોજના હેઠળ મળતી સહાય સહિતની વિવિધ પ્રકારની અરજી તથા ફરિયાદો રજુ કરી શકશે. તંત્રના સંબંધિત અધિકારીઓ સ્થળ પર હાજર રહી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરશે.
આ કાર્યક્રમમાં જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે મામલતદાર કચેરીનો સ્ટાફ પણ ઉપસ્થિત રહેશે. સામાન્ય નાગરિકોને જિલ્લા કચેરી સુધી જવાની ફરજ ન પડે અને તેમને તેમના તાલુકામાં જ ન્યાય મળી રહે એ હેતુથી ગુજરાત સરકાર દ્વારા આ સ્વાગત યોજના કાર્યરત છે.
કેશોદ મામલતદાર કચેરી દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર તાલુકાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજરી આપી પોતાની અરજી-ફરિયાદો રજૂ કરી તેનો લાભ લે.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ