કેશોદ-ધાર: ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 534 બોટલ દેશી/વિદેશી દારૂ સાથે બેચાદાર ઝડપાયો, મુદામાલ કિંમત રૂ. 4,90,335/-

ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢની ટીમે કેશોદ, ધાર વિસ્તારમાંથી 534 બોટલ દેશી અને ભારતીય બનાવટના વિદેશી દારૂ પકડી લીધા છે. કુલ કબ્જે કરાયેલ મુદ્દામાલની કિંમત રૂ. 4,90,335/- છે.

પોલીસને ચોક્કસ બાતમી મળ્યા બાદ તપાસ દરમિયાન આ દારૂનો જથ્થો આશિષ ભાયાભાઈ ઉલવાનાં ગેરકાયદેસર ભોગવટાના વાડામાં મળ્યો, જ્યાં ત્રણ મુખ્ય આરોપીઓ બાવન ધાનાભાઈ ગરચર, સુરેશ ઉર્ફે કશ્યો સરમણભાઈ કોડીયાતર અને આશિષ ભાયાભાઈ ઉલવા આ બાબતમાં સંડોવાયેલા હોવાનું જણાયું. અત્યાર સુધી ત્રણેય પકડાયા નથી.

કડજબંધી:

  • ALL SEASONS GOLD COLLECTION RESERVE WHISKY – 6 બોટલ, રૂ. 2,100/-

  • STERLING RESERVE WHISKY – 80 બોટલ, રૂ. 24,000/-

  • ICONIO WHITE WHISKY – 26 બોટલ, રૂ. 3,900/-

  • ROYAL CHALLENGE FINEST PREMIUM WHISKY – 12 બોટલ, રૂ. 15,600/-

  • ROYAL STAG BARREL SELECT WHISKY – 84 બોટલ, રૂ. 1,26,000/-

  • ROYAL STAG CLASSIC WHISKY – 8 બોટલ, રૂ. 10,400/-

  • ROYAL STAG PREMIER WHISKY – 40 બોટલ, રૂ. 13,000/-

  • ONE MORE FLAVOURED VODKA GREEN APPLE – 8 બોટલ, રૂ. 11,200/-

  • DSP BLACK DELUX WHISKY – 4 બોટલ, રૂ. 3,600/-

  • JAMESON IRISH WHISKY – 5 બોટલ, રૂ. 29,500/-

  • VAT 69 BLENDED SCOTCH WHISKY – 4 બોટલ, રૂ. 13,200/-

  • SIGNATURE WHISKY – 13 બોટલ, રૂ. 13,975/-

  • BLENDERS PRIDE RESERVE COLLECTION – 3 બોટલ, રૂ. 6,000/-

  • BLACK AND WHITE BLENDED SCOTCH WHISKY – 2 બોટલ, રૂ. 6,800/-

  • BLACK PIPER DELUX WHISKY – 179 બોટલ, રૂ. 1,96,900/-

  • BUDWEISER MAGNUM PREMIUM BEER – 48 બોટલ, રૂ. 12,000/-

  • TUBORG PREMIUM BEER – 12 બોટલ, રૂ. 2,160/-

કુલ: 534 બોટલ, રૂ. 4,90,335/-

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. કે.એમ. પટેલ, પો.સબ.ઇન્સ. ડી.કે. સરવૈયા, પો.હેડ કોન્સ. પ્રવિણભાઈ બાબરીયા, મહેન્દ્રભાઈ ડેર, પો.કોન્સ. મયુરભાઈ કોડીયાતર, નિલેશભાઈ રાતીયા અને પો.સ્ટાફનો સહયોગ રહ્યો.


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ