કેશોદ નગરપાલીકાની સામાન્ય સભામાં વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યાં.

કેશોદ

કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા દ્વારા એજેન્ડા કાઢી તમામ સદસ્યોને જાણ કરી નગરપાલિકા કચેરી સભાખંડમાં સામાન્ય સભા બોલાવી હતી. કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર મેહુલ વાઘેલા ઓફિસ સુપ્રીટેન્ડન્ટ પ્રવિણભાઈ વિઠ્ઠલાણી સહિત પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં નગરપાલિકા સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં કુલ ૩૬ સદસ્યો માથી પાંચ સદસ્યો એ રજા રીપોર્ટ આપેલ હતો. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી વિવિધ યોજનાઓ ગ્રાન્ટ લોન હેઠળ વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યાં હતાં. કેશોદ નગરપાલિકા હેઠળ જુદી જુદી શાખાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ રીપોર્ટ વંચાણે લઈ નિર્ણય કરવામાં આવેલ હતો. કેશોદ નગરપાલિકા સભ્ય સંખ્યા અનુસાર સતાધારી પક્ષ ભાજપના ત્રીસ સદસ્યો ચૂંટાયેલા છે અને કોગ્રેસ પક્ષના પાંચ સદસ્યો ચૂંટાયેલા છે . જન્માષ્ટમી તહેવારો પહેલાં કેશોદ નગરપાલિકા દ્વારા વિકાસના શહેરીજનો ને સુવિધાસભર બનાવવા નિર્ણયો કરવામાં આવેલ છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)