કેશોદ નગર પાલિકા દ્વારા સ્વચ્છતા અને પ્લાસ્ટિક અભિયાન બાબતે ડ્રાઈવ યોજવામાં આવેલ હતી …

કેશોદ નગર પાલિકા શહેરી વિસ્તાર માં પ્લાસ્ટિક ઝબલા અને સ્વચ્છતા મુદ્દે એક ડ્રાઈવ યોજવામાં આવેલ હતી જેમાં કેશોદ ના મુખ્ય સ્ટેશન રોડ પર ચા અને પાન ની દુકાનો તેમજ અન્ય વ્યાપારીઓ ને ગંદકી બાબતે રૂ , 8050 નો દંડ સ્થળ પર વસૂલી કરવામાં આવેલ હતો .

તેમજ બસ સ્ટેન્ડ માં રહેલ કેન્ટીન માંથી ઠંડા પીણા ની બોટલો તેમજ નંગ : ૧૫૦૦ /-અંદાજીત કિંમત રૂ.૩૦,૦૦૦જેટલા ની અલગ અલગ બોટલો એક્સપાયરી ની જોવા મળેલ તે જપ્ત કરવામાં આવી હતી . મીડિયા દ્વારા પૂછતાં સેનેટરરી ઇન્સ્પેકટર દઢાણિયા દ્વારા એવું જણાવવામાં આવેલ હતું કે આગામી દિવસો માં શહેરી વિસ્તાર માં કોઈ પણ જગ્યા પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ અખાદ્ય પદાર્થ કે પ્લાસ્ટિક ઝબલા જોવા મળશે તો સ્થળ પર જ દંડ નિય કાર્યવાહી કરવામાં આવશે

અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)