કેશોદ ના જુના ગામ વિસ્તાર માં લાગી આગ.

કેશોદ :

કેશોદ નગર પાલિકા વિસ્તારના જુના ગામ તળ માં આવેલ ગુરુનાનક કલોથ સ્ટોર નજીક જુનવાણી બંધ પડેલ જર્જરિત મકાનમાં ચાની હોટલ માં પડેલ કચરા માં આગ લાગતા અફરા તફડી નો માહોલ સર્જાયો હતો આ બનાવ અંદાજીત રાત્રે એક વાગ્યા પછી બનેલ હોય ત્યારે ઓચિંતા કોઈ નિકળતા ધ્યાને આવેલ અને તાત્કાલિક નજીક ની દુકાન ધારક ને ફોન કરતા ઘટના સ્થળ પર આવી જોતા આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાજ ફાયર સ્ટાફ ઘટના સ્થળે આવી જતા આગ મહા મહેનતે કાબુ માં આવેલ હતી ખાસ તો જુના ગામ તળ વિસ્તાર માં ગીચ જગ્યા હોવાથી ફાયર હરસિધ્ધિ માતાજી ના મંદીર નજીક પહોંચતું હોય ત્યાંથી કેબલ પાઇપ લાંબી કરી અને આગ ને કાબુ માં લેવામાં આવી હતી.

જર્જરિત મકાન ક્યારે પડે એ નક્કી જ નથી.

હાલ આ મકાન અતિશય જર્જરિત હાલત માં હોય ને જુનવાણી મકાન હોય ત્યારે જોતા ક્યારે ધરાસઇ થાય તે પણ નક્કી થઈ શકતું નથી ત્યારે કેશોદ નગર પાલિકા વિસ્તારના જુના ગામ માં રસ્તો એકદમ સાંકળો હોય અને નજીક થીજ રસ્તાપર થી નીકળતા રાહદારી ઓ પાર ક્યારે શુ પડે એ અંદાજ લગાવી શકાતો ત્યારે હાલ વાવાઝોડાની આગાહી હોય અને કોઈ નીકળતા રાહદારીઓ ને ઉપર થી કઈ પડશે તો તેમના જવાબદાર કોણ હશે એ પણ મોટો પ્રશ્ન લોકો માં ચર્ચા નો વિષય બન્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ બાબતે કોઈ નિરાકરણ આવશે કે કેમ એતો આવનારો સમયજ બતાવશે.

 

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)