કેશોદ ના બાયપાસ પર સ્ટેટ મોનીટરીંગ સેલ ના દરોડા..

કેશોદ:

કેશોદ બાયોડિઝલ પંપ પર સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ બાદ 10 શખ્સો વિરૂધ્ધ ફરિયાદ, તંત્ર ઉપર વ્હાલા દવલાની નીતિ રખાતા હોવાના આક્ષેપ.

aઆકેશોદના અગતરાય રોડy નેશનલ હાઇવે બાયપાસ ચોકડી ખાતે આવેલ રાધે ટ્રેડિંગ એલડીઓ પંપ પર સ્ટેટ મોનીટરીંગ સેલ અને પુરવઠા વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં બહારથી ટેન્કરમાં ડિઝલ જેવા ભળતા ભેળસેળયુક્ત જવલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી સસ્તા ભાવે મંગાવી પોતાના હવાલાવાળી ખુલી જગ્યામાં રાખેલ જમીનમાં દાટેલ ટેન્કરમાં સંગ્રહ કરી અલગ અલગ વાહનોમાં બજારભાવ કરતાં ઓછી કિંમતે વેંચાણ કરવામાં આવતું હતું.

સ્ટેટ મોનીટરીંગ સેલ ના દરોડા ની વાત સાંભળતા જ તમામ વિક્રેતાઓ જમીન માં…

આથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 9 લાખ 59 હજાર ની કિંમતનું 13100 લિટર જવલનશીલ પ્રવાહી, 30 લાખની કિંમતના 2 ટ્રક, 79000 રોકડ મળી કુલ 41 લાખ 74 હજારનો મુદામાલ જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મોનીટરીંગ સેલ દ્વારા પીપળી ગામના મજૂર ભાવેશ રાવલિયા, વેરાવળ – વાવળી ગામના ટ્રક ડ્રાઈવર મહોબતભાઇ ચૌહાણ, વેરાવળ – શીડોદર ગામના ટ્રક ડ્રાઇવર રફીકશા બાનવા, જવલનશીલ પ્રવાહીનો ધંધો કરતાં વંથલીના ગૌતમ કારેથા અને કેશોદના કાળુભાઈ હુંબલ, વંથલીના મોહિત ત્રાંબડિયા, જગ્યા ભાડે આપનાર કેશોદના મુકેશભાઇ લખલાણી અને ઇલાબેન લખલાણી તેમજ બંને ટ્રકના માલિક સતિષભાઈ સોલંકી અને પુનાભાઈ સોલંકી વિરૂદ્ધ આઇપીસી 285, 286, 120 (B) જરૂરી ચીજવસ્તુઓ અધિનિયમ 3 અને 7 તેમજ વિસ્ફોટક અધિનિયમ 9 (B) (1) (b) મુજબ ગુન્હોં નોંધી તપાસ હાથ ધરી છે.

પીપળી સરપંચ મુળુભાઈ રાવલિયા એ સીધી સ્ટેટ મોનીટરીંગ સેલ ના અધિકારી નિરલિપ્ત રોય સાથે વાત કરી..

ત્યારે કેશોદ તાલુકાના પીપળી ગામના સરપંચ મુળુભાઈ રાવલિયા દ્વારા એવા આક્ષેપ કરવામાં આવેલ છે કે ફક્ત એકજ ધંધાર્થી ને ટાર્ગેટ કરી અને ત્રીજી વખત રેડ કરવામાં આવેલ હોય ત્યારે નજીક માજ બીજા પણ રાજકીય લોકો સાથે સામેલ હોય અને આજ ધંધો કરતા લોકો ને કેમ પકડવા માં આવ્યા બીજું કે જે બંને ટ્રકો છે તે પણ પંમ્પ પર થી પકડવામાં આવેલ નથી તે પણ છાબડીયા નેસ નજીક થી પકડવામાં આવેલ છે ત્યારે રેઇડ કરનાર અધિકારી ને પમ્પ મૂકી ટ્રકો પકડવાનું કારણ શું એ પણ તપાસ નો વિષય છે. હાલ જોતા તો સાફ જણાઈ આવે છે કે એકજ વ્યક્તિ ને ટાર્ગેટ કરી વ્હાલાં દવલાની નીતિ રાખવામાં આવતી હોય તંત્ર દ્વારા
એક જ બાયોડિઝલ પંપ પર વારંવાર દરોડા પાડવાની કાર્યવાહી થતી હોય અન્ય વિક્રેતાઓ બચી જતાં હોય રાજકિય હસ્તક્ષેપ કરાતો હોવાનું જણાવી તંત્ર દ્વારા મોટી રકમ ઉઘરાણા થતા હોવા ના પણ આક્ષેપ કર્યા હતાં.

સરપંચ દ્વારા એક ને ગોળ ને એકને ખોળ બાબતે કરવામાં આવી ટેલિફોનિક ચર્ચા.

રાજયના સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાય સાથે પીપળી સરપંચ દ્વારા ટેલિફોનીક વાતચીત કરી કેશોદ શહેર આસપાસ અસંખ્ય જગ્યાએ એલડીઓ ડિઝલ પંપ ચાલતાં હોય દરેક પંપ પર રેડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આથી સ્ટેટ મોનીટરીંગ સેલ ના અધિકારી નિર્લિપ્ત રાય દ્વારા માહિતી મળતાં કોઈને છોડવામાં નહીં આવે તેવી બાંહેધરી આપી હતી પરંતુ જોવાનું તો એ રહ્યું કે ક્યારે કાર્યવાહી થાય છે અને થાય છે કે કેમ એતો આવનાર સમય જ બતાવશે….

 

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)