કેશોદ ની સિદ્ધાર્થ હાઈસ્કૂલ ખાતે કોમ્યુનિટી અવરનેશ પ્રોગ્રામ યોજાયો હતો.

ગત રોજ મામલતદાર કચેરી-કેશોદ તથા NDRF ની ટીમ દ્વારા કેશોદ શહેરની સિદ્ધાર્થ હાઈસ્કૂલ ખાતે” Community Awareness” પ્રોગ્રામ અંતર્ગત ” School Safety Seminar” નું આયોજન કરવામા આવ્યું. જે સેમીનારમાં NDRFની ટીમ દ્વારા કુદરતી કે માનવસર્જીત આપતીઓ સમયે રાહત/બચાવની કાર્યવાહી કઇ રીતે કરવી તે અંગેની વિસ્તૃત માહિતી આપવવામાંં આવી તેમજ ડેમો દ્વારા શાળાના બાળકો અને સ્ટાફને તાલીમ આપવામા આવી અને આપતી વ્યવસ્થાપન અંગે જાગૃત કરવામાં આવ્યા
.
કુલ 04 કલાકના આ સેમિનારમાં શાળાના આશરે 400 વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ સહિત કુલ-415 વ્યકિતઓએ ભાગ લીધેલ હતો

 

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)