
કેશોદ, તા. ૧ મે, ૨૦૨૫:
કેશોદની પ્રખ્યાત પરિશ્રમ એકેડમીના ધોરણ-૫ ના પાંચ વિદ્યાર્થીઓએ CET પરીક્ષામાં ઉત્કૃષ્ટ માર્ક્સ મેળવીને સ્કૂલ તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. اسکૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને શાળાસંકુલ ખાતે આમંત્રણ આપી મોઢું મીઠુ કરાવીને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સને પણ શાળામાં આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તમામ માટે મીઠાણાનું આયોજન પણ કર્યું હતું. આ વર્ષ 2025માં કુલ 9 વિદ્યાર્થીઓએ CET પરીક્ષા આપી હતી, જેમાંથી 5 વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મેળવ્યું છે અને તેઓ હવે સરકાર સંચાલિત રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ મેળવવા પાત્ર બન્યા છે.
શાળા સંચાલક અને આચાર્યશ્રીએ બાળકોને શુભેચ્છા પાઠવી અને આવનારા ભવિષ્યમાં પણ તેજસ્વી યાત્રા માટે પ્રેરણા આપી હતી. શાળામાં આવેલ તમામ પેરેન્ટ્સે પણ આ પહેલ માટે સ્કૂલનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ