
ગુજરાત સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જુનાગઢના માર્ગદર્શનમાં ખેલ મહાકુંભ 3.0 નો પ્રારંભ કબડ્ડી ભાઈઓ બહેનોની રમતથી પી.વી.એમ.ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણમાં અધિકારી,પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં કેશોદ રેન્જ ડી.વાય.એસ.પી.શ્રી બી.સી.ઠક્કર,પટેલ વિદ્યાર્થી આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી અમેરીકા સ્થિત ડોક્ટર સી.ડી.લાડાણી અને ડોક્ટર ભાલાણી,સંસ્થાના પ્રમુખ જયેશભાઈ લાડાણી,જૂનાગઢ જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ ભરતભાઈ વડારીયા ડોક્ટર રાજેશ સાંગાણી,ડોક્ટર સ્નેહલ તન્ના એલ.કે.હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રણવીરસિંહ પરમાર આદર્શ નિવાસી શાળાના પ્રિન્સિપાલ બી.એસ.ભાવસાર રાજ્ય આચાર્ય સંઘના માનસિંહભાઈ ડોડીયા,બી.આર.સી.ભરતભાઈ નંદાણીયા ઉચ્ચતર માધ્યમિક સંઘના દિનેશભાઈ મોરી, મેસવાણ આચાર્ય ડૉક્ટર ભગવાનજી દેવળીયા,એચ.પી.ગોસ્વામી,સિદ્ધાર્થ સ્કુલના આચાર્ય ચાવડા જુદી જુદી પ્રાથમિક,માધ્યમિક શાળાના વ્યાયામ શિક્ષક અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ સ્પર્ધાના કન્વીનર ડોક્ટર હમીરસિંહ વાળાએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરી અને સરકાર દ્વારા આ ખેલ મહાપર્વમાં ખેલાડીઓને અપાતા વિશિષ્ટ પુરસ્કાર અને સુવિધા અંગે સંક્ષિપ્ત માહિતી આપી હતી.ડીવાય.એસ.પી.ઠક્કરે રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારાને ચરિતાર્થ કરવાની સાથે સૌ ખેલાડીઓને ખેલદિલીપૂર્વક રમવા અનુરોધ કર્યો હતો,ડોક્ટર સી.ડી. લાડાણી અને ડોક્ટર ભાલાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા થઈ રહેલા રમત ગમતના પ્રોત્સાહનની વાત કરી હતી. ડોક્ટર રાજેશ સાંગાણીએ રમત ગમત સાથે સ્વાસ્થ્યના ફાયદાની ખેલાડીઓને સલાહ આપી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેલાડીઓને સર્વ મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી હતી.ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ અને નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયાએ સૌ ખેલાડીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
આ કબડ્ડી સ્પર્ધામાં ભાઈઓ બહેનોના જુદા જુદા ત્રણ વય જૂથમાં કેશોદ તાલુકાની શાળાઓની 55 જેટલી ટીમોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધા દ્વારા ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન અંતર્ગત ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવશે.વિજેતા પ્રથમ અને દ્વિતીય નંબરની ટીમ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર તમામ ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા ડી.બી.ટી.થી રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
કેશોદ તાલુકા કક્ષાના સફળ આયોજન માટે જે.એસ.ભારવાડીયા અને વ્યાયામ શિક્ષકો,ટ્રેનર અને ખેલ સહાયકો સેવા આપી રહ્યા છે.ખેલાડીઓ માટે સુંદર આયોજન-વ્યવસ્થા બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણકુમાર યાદવે અભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)