કેશોદ પોલીસે ત્રણ જુગારીઓને રૂપિયા ૧૫૦૬૦/- રોકડ મુદામાલ સાથે ઝડપી લીધા.

કેશોદ

કેશોદ પોલીસ સ્ટેશન ના એએસઆઈ ભગવાનભાઈ ગરચર અને પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભીમાભાઈ બાબરીયા ને ખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદના ચુના ભઠ્ઠી રોડ પર પ્રભાત નગરમાં શેરીમાં સ્ટ્રીટલાઈટ ના અજવાળામાં હારજીતનો તીનપતીનો જુગાર રમે છે ત્યારે નાઈટ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામભાઈ ડાંગર પોલીસ કોન્સ્ટેબલ કરનભાઈ હમીરભાઈ ભાટિયા, માનસિંહ ભલગરીયા માહિતી વાળા સ્થળે ખાનગી વાહનો દ્વારા પહોંચતા ત્રણ ઈસમો કુંડાળું કરી હારજીતનો તીનપતીનો રોન નામનો જુગાર રમતાં હોય જેમના તેમ બેસવાની સુચના આપી પુછપરછ કરતાં કાનાભાઈ દેવાભાઈ જાડેજા, હિતેષભાઈ જેન્તીભાઈ પાણખાણીયા, ભુપતભાઈ વિરમભાઈ કણસાગરા રહેવાસી કેશોદ ને રોકડા રૂપિયા ૪૫૬૦/- મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા ૧૦૫૦૦/- મળીને કુલ રૂપિયા ૧૫૦૬૦/- મુદામાલ ઝડપી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)