કેશોદ પોલીસે બાલાગામ ગામેથી રૂપિયા ૫૩૪૯૦/- રોકડ મુદામાલ સાથે જુગારીઓને ઝડપી લીધા.

કેશોદ

જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ની સુચના અનુસાર કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠકકર ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર પી એ જાદવ દ્વારા પોલીસ સ્ટાફને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા વોચ રાખવા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવા સુચના આપી હતી. કેશોદ પોલીસ સ્ટેશન ના એએસઆઈ શબ્બીરભાઈ યુ દલ પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ પુંજાભાઈ ઓડેદરા, ભાયાભાઈ મેરામણભાઈ કરમટા બાલાગામ ગામે પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં ત્યારે ખાનગી રાહે માહિતી મળી હતી કે સોલંકી શેરીમાં માલદેભાઈ પરબતભાઈ ગરેજા ના ઘર પાસે જાહેર માર્ગમાં તીનપતીનો હારજીતનો જુગાર રમી રહ્યાં છે માહિતીની ખરાઈ કરી પંચો સાથે પગપાળા જતાં કુંડાળું કરી જાહેરમાં તીનપતીનો હારજીતનો જુગાર રમતાં શખ્સો પોલીસને જોઈ નાખવાનો પ્રયત્ન કરતાં જેમના તેમ બેસવાની સુચના આપી પુછપરછ હાથ ધરવામાં આવતાં ભોજાભાઈ નાજાભાઈ વાઢેર, મનસુખભાઈ દાનાભાઈ કાથડ, દિનેશભાઈ અમરાભાઈ વાઢેર, પરબતભાઈ કલાભાઈ માવદીયા, મનસુખભાઈ વશરામભાઈ વાઢેર, કાનજી ઉર્ફે કાનો વલ્લભભાઈ કુભાણી, બાબુભાઈ ગોવિંદભાઈ ભેડા, જીવરાજભાઈ પરસોતમભાઇ ડાભી, મોહનભાઈ રાજાભાઈ સોલંકી, નવનીતભાઈ રાણાભાઈ ચુડાસમા રહેવાસી તમામ બાલાગામ અને નાસી જનાર માલદેભાઈ પરબતભાઈ ગરેજા સહિત અગીયાર પાસેથી રોકડા રૂપિયા ૩૧,૪૯૦/- અને મોબાઈલ ફોન નંગ-૬ કિંમત રૂપિયા ૨૨,૦૦૦/- મળીને કુલ રૂપિયા ૫૩,૪૯૦/- રોકડા અને મુદામાલ કબજે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી નાસી જનાર માલદેભાઈ પરબતભાઈ ગરેજા ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી કાયદેસરની આગળની કાર્યવાહી પીએસઆઈ આર એન ઓડેદરા અને પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ જુજીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)