કેશોદ પોલીસે માણેકવાડા ગામેથી જુગાર રમતાં નાસી ગયેલાઓ ને ઝડપી લીધાં…

કેશોદ

જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ની સુચના મુજબ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠકકર ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર પી એ જાદવ દ્વારા નવરાત્રીના દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સર્વેલન્સ સ્કવોડ ને રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા જવાબદારી આપી હતી ત્યારે કેશોદ પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્કવોડ ના પીએસઆઈ એસ કે મહેતા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામભાઈ ડાંગર પોલીસ કોન્સ્ટેબલ રવીભાઈ જગદીશભાઈ ધોળકિયા, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા, કરણભાઈ હમીરભાઈ ભાટિયા અને વુમન પોલીસ કોન્સ્ટેબલ ધર્મીષ્ઠાબેન દેવાયતભાઈ ડાંગર ને ખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદ તાલુકાનાં માણેકવાડા ગામે વાડી વિસ્તારમાં કોબા સીમ વિસ્તારમાં કરણ હરદાસભાઈ આત્રોલિયા પોતાના ખેતરમાં આવેલાં આંબા ના બગીચામાં રાજુ ઉર્ફે લાંબો દેવાભાઈ મેર્ સરમણ જશાભાઈ ઓડેદરા, જેસા કાળાભાઈ આર્થિક લાભ લેવા બહારથી માણસો બોલાવી તીનપતીનો હારજીતનો જુગાર રમી રમાડી રહ્યાં છે. કેશોદ પોલીસે મળેલી માહિતી ની ખરાઈ ચોકસાઈ કરી પંચો ને સમજણ આપી ખાનગી વાહનો સાથે માહિતી વાળી જગ્યાએ પહોંચતાં ગોળ કુડાળુ કરી પંદરથી વધારે બે મહિલાઓ સહિત શખ્સો તીનપતીનો હારજીતનો જુગાર રમી રમતાં હોય પોલીસ ને જોઈને નાશવાનો પ્રયત્ન કરતાં જેમના તેમ બેસવાની સુચના આપવા છતાં એક મહિલા સહિત સાત જુગારીઓ ઝડપાઈ ગયેલા જેઓની પુછપરછ કરતાં કરણ હરદાસભાઈ આત્રોલિયા, સરમણ રામભાઈ કરંગીયા, ભીખા નાથાભાઈ ચાવડા, સલીમ બાબુભાઈ તૈયબ, બાબુ લક્ષ્મણભાઈ વાસણ, કમલેશ અરજણભાઈ પરીયા, મનીષાબેન રામજીભાઈ મોકરીયા, દીપક ગંગરામભાઈ વાઘેલા રોકડા રૂપિયા ૭૭,૫૦૦/- સાથે ઝડપી પાડી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી નાસી જનારા રાજુ ઉર્ફે લાંબો દેવાભાઈ મેર્, સરમણ જશાભાઈ ઓડેદરા, જેશા કાળાભાઈ રબારી, સંજય મગનભાઈ મારૂ, રાહુલ સાજણભાઈ મારૂ, જીગર દિનેશભાઈ ગોસાઈ, આશાબેન મોચી, ભગત મેર, જયસુખ રીક્ષા ચાલક અને પરબતભાઈ ગઢવી ગત તારીખ છઠ્ઠી ઓકટોબર ના રોજ નાસી ગયા હતાં જેમાંથી એક મહિલા સહિત આઠ જુગારીઓ ને ઝડપી લીધાં હતાં અટકાયતી પગલાં ભરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. કેશોદના માણેકવાડા ગામે પડેલી જુગારની રેડમાં નાસી જનારા ઈસમો મા હજુ એક ઈસમ બાકી રહેલ છે. કેશોદ પોલીસ દ્વારા અંગઝડતી માં એક પણ મોબાઈલ ફોન કે વાહન કબજે કરવામાં આવ્યાં નથી. અત્રે ઉલ્લેખનીય છે કે નાસી જનારા જુગારીઓ માં થી બે જુગારીઓ ને માણેકવાડા ગામના ચૌદેક શખ્સોએ ઢોરમાર મારી કુવામાં લટકાવી ધમકી આપી રોકડ રકમ અને સોનાના દાગીના લુટી લીધાં હતાં ભોગ બનેલા બંન્ને ઈસમો કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં ત્યારે કેશોદ પોલીસ દ્વારા ભોગ બનેલા નું નિવેદન નોંધી ગુનો દાખલ કર્યો ન હતો કે નાસી ગયેલા દશ જુગારીઓ માં થી બે ઈસમો ની અટક પણ કરવામાં આવી ન હતી.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)