કેશોદ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એરપોર્ટ રોડ પરથી એક શખ્સને ઝડપી લીધો…

કેશોદ: પહેલગામ ખાતે બનેલી ઘટના બાદ શરૂ થયેલ ઓપરેશન સિંદુર દરમ્યાન કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠકકર ના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર પી એ જાદવ સર્વેલન્સ સ્કવોડ સાથે રાઉન્ડ ધ કલોક કાર્યરત છે ત્યારે એએસઆઈ વિરાભાઈ દાદાભાઈ ગીયડ પોલીસ ઈન્સપેકટર પી એ જાદવ પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા, ખીમાભાઇ રાણાભાઇ કોડીયાતર કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી
વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે કેશોદ કેશોદ એરર્પોટ રોડ ઉપર વાસવાડી વિસ્તારમાં પ્રોહીબીશન બુટલેગર બાવન ઘાનાભાઇ ગરચર રબારીના ઘરે તેમનો મીત્ર સુરેશભાઇ સરમણભાઇ કોડીયાતર રબારી ૨હેવાસી ઈન્દીરાનગર વાળો ઈંગ્લીશ દારૂનુ વેચાણ કરે છે જેથી બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા વાસાવાડી વિસ્તારમાં પ્રોહીબીશન બુટલેગર બાવન ઘાનાભાઇ ગરચરના ઘરે તપાસ કરતા આ બાવન ઘાનાભાઇ ગરચર પોતાના રહેણાક મકાને હાજર ના હોય ત્યા એક ઈસમ હાજર હોય તેનુ પંચો રૂબરૂ નામ ઠામ પુછતા સુરેશભાઇ સરમણભાઇ કોડીયાતર ઉમર વર્ષ ૨૦ ધંધો ડ્રાઇવીંગ રહેવાસી કેશોદ એર્પોટ રોડ તુલસીનગર વાળો હોવાનું જણાવેલ અને તેને સાથે રાખી એક દક્ષિણ બારનુ માલ ઢોર બાંઘવાનુ ઢારયુ હોય જેમાં પંચો સાથે રાખી ચેક કરતા એક કોથળામાં જોતા એક ખોખાની પેટીમાં ભારતીય પરપ્રાંતીય બનાવટની ઈંગ્લીશ દારુની બોટલો ભરેલ જોવામાં આવેલ જે તમામ બોટલો જોતા બોટલ નંગ ૧૧ અને કંપની સીલ્પેક અને જે બોટલો ઉપર મેજીક મોમેન્ટ ગ્રીન વોડકા જોવામાં આવેલ જે એક બોટલની કીમત રૂપીયા ૧૬૦૦/- ગણી કબ્જે કરેલ એક સરખી બ્રાન્ડની અગીયાર જેની કુલ કી.રૂ ૧૭૬૦૦/- ગણી ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખવા બાબતે કોઇ પાસ પરમીટ કે આધાર પુરાવા હોય તો રજુ કરવાનુ કહેતા પોતા પાસે નહિં હોવાનુ જણાવેલ સુરેશભાઈ સરમમભાઈ કોડીયાતર ને પ્રોહીબીશન ઘારા હેઠળ ધોરણસર અટક કરવામાં આવેલ છે તેમજ પ્રોહીબીશન બુટલેગર બાવન ઘાનાભાઇ ગરચર રહે.કેશોદ વાળો પોતાના ઘરે હાજર મળી આવેલ ન હોય જેથી કેશોદ પોલીસ દ્વારા પ્રોહીબીશન ઘારા હેઠળ સુરેશભાઇ સરમણભાઇ કોડીયાતર હાજર નહી મળી આવેલ બાવન ઘાનાભાઇ ગરચર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશન ના એએસઆઈ વિરાભાઇ દાદાભાઇ ગીયડ ચલાવી રહ્યો છે.

અહેવાલ : રાવલિયા મધુ કેશોદ