કેશોદ: કેશોદ એસટી બસ ડેપોમાં એટીએસ તરીકે દિપાલીબેન મહેતા ની નિયુક્તિ થતાં કેશોદ એસટી ડેપોના ડેપો મેનેજર ભીલ સાહેબની અધ્યક્ષતામાં સ્વાગત અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જુનાગઢ ડિવિઝન હેઠળ કેશોદ એસટી ડેપો મુસાફરો ને આરામદાયક સુરક્ષિત સમયસર સલામત મુસાફરી પુરી પાડવામાં અને ઓછા આર્થિક ખર્ચ ઉપરાંત કરકસરથી ઈંધણ ના વપરાશ માટે પુરસ્કાર મેળવનાર એસટી ડેપોના કર્મચારીઓ અધિકારીઓ અને ત્રણેય કર્મચારી યુનિયનના પ્રતિનિધિઓ સંકલન સમિતિના સિધ્ધરાજસિહ રાયજાદા અને સમસ્ત બ્રહ્મસમાજ કેશોદના પ્રમુખ રાજુભાઈ પંડ્યા ની ઉપસ્થિતિમાં નવનિયુક્ત દિપાલીબેન મહેતા ને પુષ્પગુચ્છ આપી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.
કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ મહિલામંડળ ના મમતાબેન રાવલ સહિત બહેનોએ પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી ખેસ પહેરાવી પ્રતિકાત્મક ફરશી અને મહાદેવ ની પ્રતિકૃતિ આપી સ્વાગત અભિવાદન કર્યુ હતું. કેશોદ એસટી ડેપોમાં નવનિયુક્ત એટીએસ દિપાલીબેન મહેતા એ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે એસટી વિભાગમાં ડેપો મેનેજર ભીલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ પરિવારની ભાવના રાખી ખભે ખભા મિલાવી કામગીરી કરી એસટી ડેપોમાં આર્થિક ફાયદો થાય અને મુસાફરો ને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય એવાં પ્રયાસ કરવાનો છે. વહિવટી પ્રક્રિયામાં દરેક કર્મચારી અધિકારીઓ ને જવાબદારી સોંપવામાં આવેલી હોય છે ત્યારે સૌ સાથે મળીને કામ કરીશું એ માટે સહકારની અપેક્ષા રાખી હતી. કેશોદ એસટી સંકલન સમિતિના સિધ્ધરાજસિહ રાયજાદા, કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ રાજુભાઈ પંડ્યા સમસ્ત બ્રહ્મસમાજ મહિલામંડળ ના પ્રમુખ મમતાબેન રાવલ સહિત ભાઈઓ બહેનો નો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન એસટી ડેપોના કર્મચારી ધર્મેશભાઈ પુરોહિતે કર્યું હતું.
અહેવાલ : રાવલિયા મધુ, કેશોદ