કેશોદ: ભરત વિકાસ પરિષદ દ્વારા પરિવાર વાર્ષિક મિલન અને પુરસ્કાર વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન

કેશોદ ખાતે ભરત વિકાસ પરિષદ દ્વારા આજે પરિવાર વાર્ષિક મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષ દરમ્યાન યોજાયેલા વિવિધ કાર્યક્રમો જેમ કે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા, નૃત્ય સ્પર્ધા, મોડક સ્પર્ધા, વડીલ વંદના, ચકલીના માળા વિતરણ અને વૃક્ષારોપણ જેવા લોકહિતના કાર્યક્રમોમાં વિજેતાઓને માન્યતા અપાઈ હતી.

આ વિશિષ્ટ કાર્યક્રમમાં વિજેતાઓને પ્રમાણપત્રો, મેડલ અને ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના બીજા સત્રમાં પ્રખ્યાત હાસ્ય કલાકારો હરીશ બેરડીયા, સતીશ બેરડીયા અને રવિરાજ સોલંકી દ્વારા હાસ્યરજાનો મેહફિલ સજાવીને સૌમ્ય અવસરને રમૂજી બનાવી દીધો.

ભરત વિકાસ પરિષદે પોતાની સાતમી વર્ષગાંઠ નિમિતે નવા પ્રકલ્પો પણ શરુ કર્યા છે, જેમાં દેહ દાન અને ચક્ષુ દાનનો ઉમેરો થયો છે. આજે જ પાંચ લોકોએ દેહ દાન માટે સંમતિ આપી છે, જે સમાજ માટે ગૌરવની વાત છે.

આ ભવ્ય કાર્યક્રમમાં કેશોદના સુજ્ઞ નાગરિકો ઉપરાંત ડીવાયએસપી બી. સી. ઠક્કર, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, કેશોદ ભાજપ પ્રમુખ હિરેન ભોરણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સંપૂર્ણ કાર્યક્રમનું સુનિયોજિત સંચાલન પ્રો. ભુપેન્દ્ર જોશીએ નિભાવ્યું હતું.

📜 અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ