A
કેશોદ માં અંદાજીત બે વર્ષ પૂર્વે સંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય દેવા માલમ દ્વારા અંદાજીત દસેક કરોડ ના માતબર ખર્ચે કેશોદ માં સબ ડિસ્ટ્રીક સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી પણ આજ દિન સુધી ઓર્થોપેડિક સર્જન,MD તેમજ દવા બારીઓ પર પણ પૂરતો સ્ટાફ ના હોય તો આજ દિન સુધી આ ભરતી પણ કરવામાં આવેલ ના હોય અને ચિકન ગુણીયા તેમજ ડેન્ગ્યુ જેવા રિપોર્ટ પણ બહાર કરાવવા તેમજ સોનોગ્રાફી પણ બહાર કરાવવા જણાવવામાં આવે છે થોડાજ સમય પહેલા સરકારી હોસ્પિટલ સામે આવેલી ભારત મેડીકો નામ ની દુકાન ની બુકો માં બહાર ની દવાઓ લખી આપવામાં આવતી હતી તે મીડિયા દ્વારા રૂબરૂ પ્રુફ કરવામાં આવેલ તો આ બધીજ બાબતો ને જોતા સરકારી હોસ્પિટલ માં પ્રથમ ત્રણસો થી ચાર સો ની ઓપીડી થતી હતી અને હાલ માં સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ નિર્માણ પામતા નજીક ના તાલુકાઓ ના દર્દીઓ આવતા હોય ત્યારે સુવિધાઓ માં વધારો થવાની જગ્યાઓ પર લોકો ને પરેશાની ભોગવવાનો વારો આવતો હોય ત્યારે સુપરિટેન્ડરન્ટ ની પાસે ફરિયાદ માટે જતા સુપરિટેનડેન્ટ જ હાજર ન હોય તે પણ સામે આવેલ હતું અને આટલી મોટી હોસ્પિટલ હોવા છતાં પણ પૂરતો સ્ટાફ ના હોવા ના કારણે નજીક ના વિસ્તાર માં કોઈ પણ એક્સિડન્ટ થાય તો તેઓને તાત્કાલિક રીફર કરવામાં આવે છે ત્યારે જૂનાગઢ હોસ્પિટલ ની સાથે જો આ પણ આવતી હોય અને એટલીજ કેટગરી વાળા ડોક્ટરો ની નિમણૂક કરવામાં આવેલ હોય તો આ રીફર કરવાનો મતલબ શુ……?
*આ બાબતે આજરોજ આમ આદમી પાર્ટી ના પ્રમુખ મહેશ મકવાણા રિપોર્ટ કરાવવા જતા સત્ય સામે આવ્યું હતું આવા તમામ રિપોર્ટ બહાર કરાવવા પડતા હોય તો સરકારી હોસ્પિટલ માં શુ લોકો ફક્ત બતાવવા પૂરતી જ વ્યવસ્થા છે બાકી બધું બહાર થી અન્ય દવાઓ કે રિપોર્ટ બહાર કરાવવા મોકલવા પાછળ નો હેતુ શુ હશે...?*
આજરોજ આ મુદ્દે કેશોદ આમ આદમી પાર્ટી ના પ્રમુખ દ્વારા ખુલ્લી ચીમકી આપવામાં આવેલ છે આગામી દિવસો માં આ ફેરફારો કરવામાં નહીં આવે તો આંદોનલ કરવા મજબુર બનશે તેવું જણાવેલ હતું
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)