કેશોદ શહેરમાં ભારત બંધના એલાન ને વધુ સફળ બનાવવા આવેદન અપાયું.

કેશોદ

કેશોદ ખાતે અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના વિરોધ મા સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે તેના અનુસંધાને ૨૧/૮/૨૦૨૪ ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, તો આ ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે આજ રોજ ના કેશોદ શહેર, અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વતિ, કેશોદ ના વ્યાપારી વિકાસ મહામંડળ ના પ્રમુખ શ્રી વિરમભાઇ ઓડેદરા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ડાયાભાઇ વેકરીયા ને મળી આવેદનપત્ર આપી,૨૧/૮/૨૪ ના સમગ્ર કેશોદ વ્યાપારી એસોસિયેશન ભારત બંધના સમર્થન ને સાથસહકાર આપે તેવી રજુઆત કરાય ,આ સમયે અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તરફથી;- લલિતભાઈ સોલંકી, મહેશભાઈ મકવાણા, બાબુભાઇ રાવલિયા, વિરમભાઇ પરમાર, કેશુભાઈ મુછડીયા, જીવનભાઈ વેગડા, માધાભાઇ રાઠોડ, અનિલભાઈ પરમાર ,એમ.એમ.રાવલિયા ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)