કેશોદ શહેરમાં મહોરમ નિમિત્તે વિવિધ છબીલ માં દ્વારા દસ દિવસ સુધી વિવિધ ન્યાજ શરીફના કાર્યક્રમ.

કેશોદ

કેશોદ મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ શરીફ ના પ્રથમ ચાંદ થી જસને હુસેન કાર્યક્રમ સમગ્ર કેશુ પંથકમાં વિવિધ વિસ્તાર ઠેર ઠેર છબીલો ચા દૂધ કોફી દૂધ કોલ્ડ્રીકસ્ શરબત સહિત વિવિધ ખાધ સામગ્રી વિતરણ કરવામાં આવે છે ત્યારે કેશોદના મોવાણા દરવાજા રીંગણી વાડી વિસ્તારમાં દાતાઓ તરફથી સતત દસ દિવસ સુધી વિવિધ તાજી ગરમાગરમ વાનગીઓ વિતરણ કરી આશિકે હુસેન મુસ્લિમ સમાજ મહોરમ શરીફ નિમિત્તે ન્યાજ શરીફ ના કાર્યક્રમો યોજી રહ્યા છે.

યુવાનો દ્વારા વૃદ્ધો મહિલાઓ બાળકોને ન્યાજ વિતરણ કરી પવિત્ર મોહરમ શરીફ નિમિત્તે જસને હુસેન ના દસ દિવસ સુધી હુસેની છબીલ માં લંગરખાનું ચલાવી સમગ્ર મોવાણા દરવાજા વિસ્તારમાં હુસેની માહોલ છવાયો જોવા મળે છે. ગત તારીખ ૭/૭/૨૦૨૪ રવીવાર થી પ્રથમ ચાંદ નવા વર્ષના શરૂ થતાં ની સાથે જ સમગ્ર આશિકે હુસેન ના ચાહકો દ્વારા ઉજવણી નું આયોજન શરૂ થઈ ગયું છે. કેશોદ શહેરમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ સાથે મળીને પવિત્ર મહોરમ ની ઉજવણી કરી એકતાનો સંદેશો આપે છે.

પવિત્ર મહોરમ શરીફના પ્રથમ મુસ્લિમ ચાંદ થી શરૂ થતાની સાથે કેશોદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર છબીલ, હુસેની જીક્ર શરીફ મિલાદ વાએજ શરીફ અને ન્યાઝ તકસીમ ના કાર્યક્રમો આશિકે હુસેન ના ચાહકો દ્વારા આબેહૂબ રોજા મુબારક તાજિયા છબીલ કમિટી ઓ દ્વારા ઠેર ઠેર આશિકે હુસેન આશિકી રોનક છવાયેલી જોવા મળે છે. કેશોદ શહેરમાં ઠેર ઠેર છબીલો અને આબેહૂબ દરગાહ મસ્જિદ ના વિવિધ કલાત્મક રોજા મુબારક તાજિયા બનાવી પવિત્ર મહોરમ શરીફ એટલે કે મુસ્લિમ સમાજના નવાં વર્ષની ઉજવણી સાથે ગમ નો મહિમા ની ઈબાદત સાથે સમગ્ર આશિકે હુસેન ના ચાહકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠક્કર ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અહેવાલ :-રાવલિયા મધુ (કેશોદ)