કેશોદ
કેશોદના વેરાવલરોડ આવેલ રોયલ એપાર્ટમમેન્ટ ને અડી ને આવેલા વીદ્યુત ટીસીવાળી જગ્યા સુરક્ષિત કરવા અને એપાર્ટમેન્ટ નજીક જ વિજપોલ આવતા હોય તેને દૂર કરવા માંગ કરી છે.
કેશોદના રોયલ પાર્ક એપાર્ટમેન્ટ નજીક આવેલા વીજ પોલમાં વીજ પ્રવાહ ચાલું હોય તે દરમ્યાન ટીસી નજીક ધણખૂંટ પસાર થતાં વીજ શોક લાગવાથી મોત નિપજયું હતું. પીજીવીસીએલ કર્મચારીઓને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી વીજ પ્રવાહ બંધ કરી તપાસ હાથ ધરી હતી. પાલીકાએધણખૂંટને અકસ્માત સ્થળેથી ખસેડવા કાર્યવાહી હાથ ધરી હતી. જયારે પીજીવીસીએલ સ્ટાફ પહોચ્યોં ત્યારે સ્થાનિક અજાભાઈ આલાભાઈ ઉલવાએ એક વર્ષ પહેલાં આજ જગ્યા પર વીજ શોક આવતાં ફરિયાદ કરી હોવાનું જણાવતાં વીજ કર્મીઓએ જે તે વખતે રિપેરિંગ કામ કરનાર કોન્ટ્રાકટરની ભુલ હોવાનું દોષનો ટોપલો ઢોળ્યો હતો.
ત્યારે આજે ફરી ચોમાસા દરમ્યાન આવી ગોઝારી ઘટના PGVCL ના પાપે જ આ ઘટના બની હોવાનું જવાબદાર PGVCL ના લોકો દ્વારાજ જણાવવામાં આવ્યું હતું ત્યારે આવી ઘટના બીજી વખત ના ઘટે એ મુદ્દે અધિકારીઓ જ સ્થળ તપાસ કરી જરૂરિયાત મુજબ એપાર્ટમેન્ટ થી વિદ્યુત પોલ અને ટીસી દૂર કરે તેવી માંગ કરવામાં આવેલી હતી કે ચોમાસા દરમ્યાન કેશોદ શહેરમાં વીજ શોકથી ગૌધન મૃત્યુ પામવાની આ ત્રીજી ઘટના છે. વીજ અધિકારીએ આ કોઈ ટેકનીકલ ખામી નથી હાલ તો સબ સલામત ના નારાઓ લગાવી જતા રહ્યા હોય પરંતુ આવી કોઈ પણ ઘટના પૂર્વેજ આ ટીસી વાળા પોલ દૂર કરી તેંમની નીચેના ભાગ માં ગાર્ડ લગાવવામાં નહિ આવેતો કોઈ પણ ઘટના બાબતે જવાબદાર PGVCL રહેશે તેવું એપાર્ટમેન્ટ ધારકો દ્વારા જણાવાયું હતું જ્યારે ઘટના ઘટયા બાદ હાલ કર્મચારીઓ દ્વારા છટક બારીઓ શોધી જણાવ્યું હતું કે હાલ ચોમાસા દરમ્યાન ટીસીની આસપાસ સ્ટેપ વીજ લીકેજ થતું હોય જે પશુ માટે જોખમી હોય છે. ત્યારે આ લીકેજ રોકી સકાતું ન હોય તો ટીસીવાળી જગ્યાને સુરક્ષિત કરવી જોઈએ. સંરક્ષણ જારી મુંકવામાં આવે તો પશુ ધન બચી શકે તેમ કહી ધણખૂંટ મોતથી દુઃખ વ્યક્ત કર્યું હતું
અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)