કેશોદ શહેરી વિસ્તારના વહીવટી કામકાજ માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો…

કેશોદ

રાજય સરકાર ધ્વારા હાથ ધરાતી અનેક વિવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃતિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનો ના પ્રશ્નો ન્યાયિક ચોકકસ તથા ઝડપી ઉકેલ માટે “સેવા સેતુ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર,જિલ્લા પંચાયત તથા નગરપાલિકા, કેશોદના સંયુકત ઉપક્રમે કેશોદ નગરપાલિકા કચેરી ખાતે શહેરીજનો માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. રાજય સરકાર ધ્વારા પારદર્શક, સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી રાજય સરકારના વિવિધ વિભાગો તથા નગરપાલિકા તંત્ર ધ્વારા અનેક વિવિધ યોજનાઓ, સહાયો,જાહેર સેવાઓ આધારકાર્ડ નોંધણી, મા અમૃતમકાર્ડ નોંધણી, સખીમંડળ, જનધન યોજના,મામલતદાર કચેરી ધ્વારા રેશનકાર્ડમાં નામ ફેરફાર, આવકના દાખલા, જાતીના દાખલા,ઉજજવલા યોજના,જુદી-જુદી બેંકો ધ્વારા ખાતા ખોલવા, વિજળીકરણ, સ્વરોજગાર યોજના એસ.ટી વિભાગ ધ્વારા માસિક પાસ તથા ઓનલાઈન રીઝર્વેશન તેમજ ફરીયાદને લગતી સેવાઓની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વ્યક્તિલક્ષી રજૂઆત પણ ધ્યાને લઈ તેનો સ્થળ ઉપર જ પ્રશ્નનો નિકાલ કરવામાં આવશે તેમજ વિવિધ સહાય મેળવવા ઈચ્છતા લોકોએ પોતાના આધાર પુરાવા સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવાસેતુ કાર્યક્રમ નો લાભ લીધો હતો. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ મામલતદાર સંદીપ મહેતા ચીફ ઓફિસર મુકેશ વાઘેલા ઓફિસ સુપ્રીટેન્ડન્ટ પ્રવિણભાઈ વિઠ્ઠલાણી સહિત રાજય સરકાર ની જુદી જુદી કચેરીના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહી અરજદારો ને વિવિધ યોજનાઓ હેઠળ લાભ અપાવ્યો હતો.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)