કેશોદ શહેર તાલુકામાં ગણેશોત્સવનો વાજતેગાજતે ઉત્સાહભેર થયો પ્રારંભ.

કેશોદ

કેશોદ શહેર અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે ગણેશ ચતુર્થી થી રિધ્ધિ સિધ્ધિ ના દાતા ગજાનન ગણપતિ દાદાની આકર્ષક કલાત્મક મૂર્તિઓ વાજતેગાજતે ઉત્સાહભેર લઈ વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવી છે. કેશોદ શહેરના વિવિધ વિસ્તારોમાં યુવક મંડળ યુવક મંડળ સત્સંગ મંડળ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા દશ દિવસ સુધી ગણપતિની સ્થાપના કરી આસ્થાભેર પુજા અર્ચના કરી રાત્રે મહાઆરતી ઉપરાંત વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ છે. તારીખ 7 સપ્ટેમ્બર શનિવારથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ ઉત્સવ 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશ ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના દિવસે પ્રગટ થયા હતા. આ કારણથી દર વર્ષે આ તિથિએ દરેક ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને અનંત ચતુર્દશી સુધી વિશેષ પૂજા કરવામાં આવે છે. માટીની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી શ્રેષ્ઠ છે.દશ દિવસ સુધી ચાલતાં ગણેશોત્સવ નું રહસ્ય મહાભારત સાથે જોડાયેલું છે.ગણેશ ચતુર્થી આપણા દેશનો એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે, જે સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમ અને ભક્તિ સાથે ઊજવવામાં આવે છે. ગણેશ ઉત્સવની ધામધૂમ અને ભવ્યતા ઘણાં રાજ્યોમાં જોવાલાયક હોય છે. આ તહેવાર ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જે વિઘ્નોને દૂર કરનારા અને બુદ્ધિદાતા દેવ તરીકે પૂજવામાં આવે છે. ગણેશ ચતુર્થીથી 10-દિવસીય ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવે છે જે અનંત ચતુર્દશીના અવસરે 10મા દિવસે ગણપતિ વિસર્જન સાથે સમાપ્ત થાય છે. ગણેશ ચતુર્થીનું મહત્ત્વ, તેને 10 દિવસ સુધી ઊજવવા પાછળની કથા મહાભારતના લેખન કાર્યની શરૂઆત ગણેશ ચતુર્થી વિશે એવી પણ માન્યતા છે કે ભાદરવા મહિનામાં ચતુર્થીના દિવસે ભગવાન ગણેશએ મહાકાવ્ય ‘મહાભારત’ લખવાની શરૂઆત કરી હતી. મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના માટે ભગવાન ગણેશનું આહ્વાન કર્યું હતું. તેમને મહાભારતનું અનુલેખન કરવા વિનંતી કરી.

ગણેશજી એ કહ્યું કે જ્યારે હું લખવાનું શરૂ કરીશ ત્યારે હું કલમ બંધ નહીં કરું, જો કલમ બંધ થઈ જશે તો હું લખવાનું બંધ કરી દઇશ. ત્યારે વ્યાસજીએ કહ્યું, પ્રભુ, તમે વિદ્વાનોમાં અગ્રેસર છો અને હું એક સામાન્ય ઋષિ છું, કોઈપણ શ્લોકમાં ભૂલ હોઈ શકે છે, તેથી સમજ્યા વિના અને ભૂલ હોય તો શ્લોક લખીને સુધારી લેશો. ચતુર્થીના દિવસે વ્યાસજીએ શ્લોકોનું પઠન કરવાનું શરૂ કર્યું અને ગણેશજીએ મહાભારત લખવાનું શરૂ કર્યું. તે પછી 10 દિવસ પછી અનંત ચતુર્દશીના દિવસે લેખન કાર્ય પૂર્ણ થયું. આ દસ દિવસો દરમિયાન ગણેશજી એક જ આસન પર બેસીને મહાભારત લખતા રહ્યા, જેના કારણે દસ દિવસમાં તેમનું શરીર સ્થિર થઈ ગયું અને તેમના શરીર પર ધૂળ અને માટીનો એક થર જમા થઈ ગયો હતો. 10મા દિવસે, વેદ-વ્યાસજીએ જોયું કે ગણેશજીના શરીરનું તાપમાન વધી ગયું છે. ત્યારે વેદ વ્યાસજીએ તેમને નદીમાં સ્નાન કરી શરીરને શાંત કરવા કહ્યું.ત્યારબાદ દસ દિવસ પછી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કરીને તેમના શરીર પર જમા થયેલી ધૂળ અને માટીને સાફ કરી. તેથી ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ સુધી મન, વચન, કાર્ય અને ભક્તિથી તેમની પૂજા કર્યા પછી અનંત ચતુર્દશીએ વિસર્જન કરવામાં આવે છે.

વેદ-વ્યાસજીએ ગણેશજીને નદીમાં સ્નાન કરાવ્યું, ત્યારથી ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી શરૂ થઈ. જે સતત ચાલુ રહે છે. તેથી ભગવાન ગણેશની મૂર્તિનું 10મા દિવસે નદી અથવા તળાવમાં વિસર્જન કરવામાં આવે છે.ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. મૂર્તિ સ્થાપિત કર્યા પછી, હિન્દુ રીતરિવાજો મુજબ આનંદ ચૌદશ સુધી તેની પૂજા કરવામાં આવે છે પછી, ગણેશ મૂર્તિને કોઈપણ તળાવ, સરોવર અથવા નદીઓનાં પાણીમાં ભક્તિગીતો અને સંગીતનાં સાધનો સાથે વિસર્જન કરવામાં આવે છે. વિસર્જનનો હેતું ભગવાન ગણેશને વિદાય આપવાનો હોય છે, જે અવરોધો દૂર કરનાર અને રિદ્ધિ-સિદ્ધિ આપનાર દેવતા તરીકે ઓળખાય છે. તારીખ 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો ગણેશ ઉત્સવ તારીખ 17 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થશે. કેશોદ શહેર તાલુકામાં આજથી શરૂ થયેલાં ગણેશોત્સવ મા કેશોદ પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)