કેશોદ શહેર ભાજપના મહામંત્રી ને કોર્ટે છ માસની કેદની સજા ફટકારી.

કેશોદ

કેશોદ શહેર ભાજપના મહામંત્રી અને મોટા ગજાના વેપારી જતીન કુમાર કાંતિભાઈ સોઢા મહુવા નિવાસી હરેશભાઈ કિશોરભાઈ બુધવાણી પાસેથી ગત બીજી ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ રૂપિયા પાંચ લાખ છ મહિના માટે ઉછીના લીધાં હતાં સમય વીતી જતાં પરત રકમની માંગણી કરતાં જતીન કુમાર કાંતીભાઈ સોઢાએ પોતાની વેપારી પેઢી જે કે ટ્રેડિંગ નો એકાઉન્ટ પે ચેક આપ્યો હતો જે તારીખ ૩૦/૯/૨૦૨૨ ના બેકમાં જમા કરાવતા ઓછો ભંડોળને કારણે પરત થયેલ જે અંગે મહેરબાન એડીશનલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફસ્ટ કલાસ કોર્ટ મહુવા ખાતે ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ની ફરિયાદ વિદ્વાન વકીલ એમ સી જાની મારફતે કરવામાં આવતાં બન્ને પક્ષકારોને સાંભળી આધાર પુરાવાઓ ચકાસી એડીશનલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ વિપ્લવ એચ તેરૈયા સાહેબ દ્વારા આખરી હુકમમાં જતીન કુમાર કાંતિભાઈ સોઢા ને તકસીવાન ઠરાવી છ માસની સાદી કેદની સજા કરવામાં આવી છે અને હરેશભાઈ કિશોરભાઈ બુધવાણી ને રૂપિયા પાંચ લાખ પરત ન ચુકવે તો વધુ બે માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. કેશોદ શહેર ભાજપના મહામંત્રી અને વેપારી જતીન કુમાર કાંતિભાઈ સોઢા ને સજા કરવામાં આવી હોવાના સમાચાર થી રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બની ગયો છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)