કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ના ડોકટર અને સામે આવેલા ભારત મેડીકો સાથે સાંઠગાંઠ.

{"remix_data":[],"source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

કેશોદ

કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ના સિનિયર મેડિકલ ઓફિસર ડો ભીમાણી ના ઓ.પી.ડી ટેબલ પર થી ભારત મેડીકો ની પ્રિસ્કીપ્સન બુક મળી આવી…

કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ના ડોકટર અને સુપરિટેડેનન્ટ ની મિલી. ભગત થી ચાલતું બહાર થી દવાઓ લખવાનું કૌભાંડ..*

કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ના સિનિયર ડો ભીમાણી ના OPD ટેબલ પરથી આજરોજ સિવિલ હોસ્પિટલ ની સામે આવેલ ભારત મેડીકો નામ ની ખાનગી દવાની દુકાન ની પ્રિસ્કીપ્સન બુક મળી આવેલ હતી આ અગાઉ પણ મીડિયા દ્વારા રિયાલિટી ચેક કરતા સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ના આંખ ના ડો.પારિતોષ પટેલ નું લખેલ પ્રિસ્કીપ્સન સામે આવતા દર્દી સાથે રાખી સુપરિટેનડેન્ટ જાવીયા મેડમ ને તમામ હકીકત ની જાણ આપવામાં આવેલી હતી ત્યારે જાવીયા મેડમ દ્વારા મોખિક જવાબદારી લઈ જણાવેલ કે આજ પછી કોઈ પ્રાઇવેટ દવાઓ ની બુક કે બહાર ની દવાઓ લખવામાં નહિ આવે તેવી બાંહેધરી લીધેલ હતી ત્યારે આજરોજ ફરી અંદાજીત એક મહિના બાદ ફરી રિયાલિટી ચેક કરતા સિનિયર ડોકટર ભીમાણી ના OPD ટેબલ પર થી ભારત મેડીકો ની બુક જોવા મળેલ હતી ત્યારે ખબર પડતાજ અન્ય ટેબલ પર ના ડોકટર ચાલુ OPD છોડી છું મંતર થઈ ગયા હતા ત્યારે સાફ સામે આવ્યું હતુંકે સરકાર દ્વારા તમામ પ્રકાર ના દર્દો ની દવાઓ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ માં રાખવાની હોય છે અને ના હોય તો ફાર્માસિસ્ટ દ્વારા મંગાવવાની હોય છે

દવાઓ હોવા છતાં પણ બહાર ની દવાઓ લખવાનું કરણ શુ…?

એતો તપાસ નો વિષય છે…

હાલ કેશોદ ની સિવિલ હોસ્પિટલ માં કઈક જુદુજ જોવા મળી રહ્યું છે કે સિવિલ હોસ્પિટલ માં આવેલા દર્દીઓ ને દવાઓ બહાર થી લખી દેવામાં આવે છે ત્યારે એનો મતલબ સૌ કોઈ સમજી શકે છે કે સાંજ સુધીમાં 700 ની OPD માં કેટલાય લોકો બહાર થીજ દવાઓ લઈ ને સાજા થતા હોવાનું પણ સામે આવેછે તો શું આમાં ખાનગી મેડિકલ દ્વારા હપ્તાઓ આપવામાં આવતા હશે ખરા…?

ખાસ તો મુખ્ય મુદ્દો જોઈએ તો સિવિલ હોસ્પિટલ માં આવતા લોકો માટે તમામ દર્દ ની દવાઓ સરકારી હોસ્પિટલ માં જ મળતી હોય છે ત્યારે કેશોદ સરકારી હોસ્પિટલ માં જરૂરી દવાઓ નહિ મળવાનું કારણ શું…?

ફાર્માસિસ્ટ દ્વારા દવાઓ ની જાણ હોવા છતાં પણ ખરીદી કરવામાં નથી આવતી કે કેમ તમામ મુદ્દે જોઈયેતો ઉચ્ચ કક્ષાએથી તપાસ થશે તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી સામે આવશે હાલ તો લોકો દ્વારા એ પણ કહેવામાં આવી રહ્યું છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓ ના પાપેજ કોઈ ના જીવ જોખમાતા રહ્યા છે ત્યારે આવા ડોકટર અને તેમના અધિકારીઓ ને પણ સસ્પેન્ડ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે…

હાલ તો કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ના ડોકટર પોતાના ફાયદા માટે આવી હરકત કરતા સામે આવેલ હોય ત્યાંરે જોવાનું એ રહ્યું કે કેશોદ ખાતે કરોડો ના ખર્ચે હોસ્પિટલ નિર્માણ કરવામાં આવી છે આવી મનમાની કરતા ડોક્ટરો પર કોઈ રાજકીય આગેવાનો ના હાથ પણ હશે તો એમને પણ છોડવામાં નહિ આવે તેમનો પણ આવનાર સમયે નામજોગ પરદાફાસ કરીશું ત્યારે જોવું એ રહ્યું કે ડો. ભીમાણી અને સુપરિટેનડેન્ટ સુધીના તમામ મળતીયાઓ પર તેના પર કેવા એક્શન લેવાશે એતો સમય બતાવશે આ મુદ્દે મીડિયા કાયમી એક્શન મોડ મા…

  • અહેવાલ – રાવલિયા મધુ (કેશોદ)