કેશોદ આમ આદમી પાર્ટી ના પ્રમુખ અને સભ્યો દ્વારા આજરોજ નાયબ કલેકટર અને કેશોદ ધારાસભ્ય તેમજ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પીટલ ના સુપ્રીટેન્ડન્ટ ને આવેદન આપી લોક સુવીદ્યા માં વધારો કરવા આવેદન આપવામા આવેલ હતું
ખાસ તો કેશોદ માં અંદાજિત દસેક કરોડ ના ખર્ચે ત્રણ વર્ષ જેવા સમય થી સબ ડીસ્ટ્રીક સિવિલ હોસ્પીટલ નિર્માણ પામી છે ત્યાર થી આજ સુધી ડોક્ટર અને સ્ટાફ ની ઘટ પુરવાર નથી થઈ
અવાર નવાર બનતા ગંભીર અકસ્માતો માં 108 દ્વારા લાવવામાં આવેલા દર્દીઓ ને ફક્ત પ્રાથમિક સરવાર આપી અને જૂનાગઢ કે રાજકોટ ખસેડવામાં આવે છે જેમનું કારણ શું ?
આનો મતલબ કદાચ એવો પણ હોય શકે કે હાજર રહેતા ડોકટરો ને ખબર નહીં પડતી હોય. અથવા તો તેમની ડિગ્રી નાની હોય હાલ ના ડોકટરો છે એ શું પ્રાથમિક સરવાર આપવા પુરતીજ ખબર પડતી હશે શું?
આવી ઘણીજ બાબતો માં ફેરફારો કરવા અને સુવિધા સભર હોસ્પીટલ બની છે તેમનો સાચો ઉપયોગ થાય તે માટે આવેદન અપાયું છે જે સાથે ચીમકી પણ અપાઈ છે કે આવેદનો આપી ને હવે થાક્યા પરંતુ આ બાબતે હવે અમલવારી થશે નહીં તો આત્મ વિલોપન કરવા મજબુર બનશે અને તમામ પ્રકાર ની જવાબદારી સરકાર ની જ રહેશે
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)