કેશોદ સમસ્ત મુસ્લીમ સમાજ દ્વારા ઈદે મીલાદુન્નબી ના મુબારક પ્રસંગે શાનદાર ઝુલુસ નીકળ્યું

કેશોદ

કેશોદ ખાતે તા. 16 – 09 – 2024. સોમવારના રોજ ઈસ્લામ ધર્મનાં સ્થાપક અને સમગ્ર વિશ્ર્વને એકતા અને ભાઈચારાનો સંદેશ આપનાર હઝરત મોંહમ્મંદ પયગંબર સાહેબના જન્મદિવસ ઈદે મીલાદુન્નબી મુબારક ની ખુશીમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ કેશોદ સમસ્ત મુસ્લીમ સમાજ દ્વારા એક શાનદાર ઝુલુસ હતું તેમાં સમસ્ત મુસ્લીમ સમાજના બિરાદરો બહોળી સંખ્યામાં જોડાયા હતાં અને કેશોદ ની મુખ્ય બજારમાં પસાર થઈને મકસુદ ચોક માં સંમ્પન થયેલ હતું સમસ્ત મુસ્લીમ દ્વારા સાંજના 7 – 00 વાગ્યે આમ ન્યાઝ નો પ્રોગ્રામ રાખેલ હતો

આ તકે કેશોદ ડી. વાય. એસપી. સાહેબ ઠક્કર સાહેબશ્રી ના માગદશૅન હેઠળ પોલીસ સ્ટેશન નો સમગ્ર સ્ટાફ ચુંસ્ત બંદોબસ્ત ગોઠવી સરાહનિય કામગીરી કરી તે બદલ સમસ્ત મુસ્લીમ સમાજનાંપ્રમુખ ઈસાભાઈ ઠેબા (દાતારી) તથા મુસ્લીમ સમાજના આગેવાનો એઆભાર વ્યક્ત કરેલ હતો…

અહેવાલ :-રાવલિયા મધુ (કેશોદ)