કેશોદ સોશ્યલ ગ્રુપ ટ્રસ્ટ દ્વારા વડીલ વંદના નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

કેશોદ:

કેશોદ સોશ્યલ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તક સહાય, બ્લડ કેમ્પ, ઇમરજન્સી બ્લડ પૂરું પાડવું, તહેવારોની ઉજવણી, વડીલ વંદના વગેરે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે

વડીલ વંદના વડીલો ના ઘરે જઈ ને કરવા માં આવી.

આજરોજ કેશોદનાં પ્રતિષ્ઠ ડોક્ટર અને ડોક્ટરનાં વ્યવસાયમાં પણ સેવા ભાવ, પ્રેમ લાગણી રાખનાર, અણિશુદ્ધ કેળવણીકાર એવા વડીલનું કેશોદ સોશિયલ ગ્રુપ ટ્રસ્ટ દ્વારા ‘વડીલ વંદના’ કાર્યક્રમ અંતર્ગત આપણા સૌના વડીલ એવા ડૉ. લાલજીભાઈ અઘેરા, પ્રતિષ્ઠિત ડોક્ટર, કેળવણી કાર અને ભૂતપૂર્વ ચેરમેન શ્રી, ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમનું સન્માન તારીખ આજરોજ એમના નિવાસસ્થાને જઈને સંસ્થાના પ્રિતિનધિઓ ઉપેન્દ્ર ઠકરાર, પ્રો મેઘનાથી સાહેબ, યશવંત વાઘેલા વગેરેએ ચંદન, અક્ષત, ફૂલહાર, શાલ તેમજ સન્માનપત્ર અર્પણ કરી, ખુબ જ ભાવપૂર્વક એમની સેવાઓનો ઋણ સ્વીકાર કર્યો હતો.

આવનાર મહેમાનો નું ઘર પરિવાર દ્વારા સહૃદયી આભાર વ્યક્ત કરાયો.

પ્રસંગે શ્રીમતી શારદાબેન અઘેરા, ભાવેશભાઈ અધેરા, તથા કોમલબેન અઘેરા પરિવારના સભ્યોએ સૌનું આદરપૂર્વક સ્વાગત કરીને આભારની લાગણી વ્યકત કરી હતી.

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)