કેશોદ હોમગાર્ડસનો નિવૃત્ત સમારંભ ભવ્ય રીતે સંપન્ન!

કેશોદ:
કેશોદ હોમગાર્ડ યુનિટના વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા બે સભ્યો ના સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

કેશોદ હોમગાર્ડના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડીંગ વી.ડી. પુરોહિત ના જણાવ્યા અનુસાર, કેશોદ હોમગાર્ડનું સંખ્યાબળ 49 છે. હોમગાર્ડ સભ્યો પોલીસની સાથે રહી VVIP, ચૂંટણી, નવરાત્રી, ટ્રાફિક અને નાઈટ બંદોબસ્ત જેવી ફરજો નિભાવે છે. હોમગાર્ડમાં માનદ સેવા આપવામાં આવે છે અને ભરતી થયા પછી સભ્યને ટ્રેનિંગ આપવામાં આવે છે, જેના આધારે પ્રમોશન અને રેંક અપાય છે.

નિવૃત્તિ:
કેશોદ હોમગાર્ડના ઇન્ચાર્જ ઓફિસરશ્રી પી.ડી. ધાના અને પી.એન. સોલંકી વયમર્યાદાને કારણે નિવૃત થયા હતા. તેમની નિવૃત્તિ નિમિત્તે આયોજિત સમારંભમાં, વી.ડી. પુરોહિત અને અતુલ એચ. મેવાડા એ ખાસ સન્માન કર્યું હતું. તેમને સાલ ઓઢાડી, પુષ્પ ગુચ્છ, સાકરનો પડો અને શ્રીફળ આપી તેમના યોગદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.

વિશિષ્ટ ઉપસ્થિતિ:
આ સમારંભમાં રોટરી ક્લબના સભ્ય ડો. સ્નેહલ તન્ના, ડો. પ્રેમાંગ ધનેષા, હમીર વાળા, આર.પી. સોલંકી અને દિનેશ કાનાબાર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હોમગાર્ડ વાજાભાઈ એ કરી સફળ બનાવ્યો હતો.

આભાર:
વિશિષ્ટ યોગદાન માટે નિવૃત્ત સભ્યોને સન્માનિત કરી હોમગાર્ડ યુનિટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રાવલિયા મધુ, કેશોદ