*કેશોદ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ નું પરિણામ જાહેર થયું…*

..*મુશકાન કટારીયા કેશોદ પ્રથમ સાયન્સ માં.

*કેશોદ તાલુકા વિજ્ઞાન પ્રવાહ પ્રથમ ક્રમે મુસ્કાન કટારીયા 99.20 PR સાથે કેશોદ ફસ્ટ..*

કેશોદ તાલુકા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ નું પરીણામ આજરોજ આવતા કેશોદ તાલુકા ફસ્ટ વિજ્ઞાન પ્રવાહ માં કેશોદ ની ક્રિષ્ના સાયન્સ સ્કૂલ ની બાળા કેશોદ તાલુકા પ્રથમ ક્રમે વિજ્ઞાન પ્રવાહ માં 99.20 PR સાથે કેશોદ ના એક ફ્રૂટ ની લારી ચલાવી પોતાનું ગુજરાન કરતા વ્યક્તિ ની દીકરી કેશોદ માં પ્રથમ ક્રમે આવતા સ્કૂલ ના લોકો દ્વારા મોઢું મીઠું કરાવી શુભ કામનાઓ આપવામાં આવેલ હતી

*કેશોદ સામાન્ય પ્રવાહ માં બે વિદ્યાર્થીનીઓ આવી..*

 

કેશોદ માં સામાન્ય પ્રવાહ માં પ્રથમ અને દ્વિતીય ક્રમે કેશોદ ની GDV કન્યા વિદ્યાલય ની બાળાઓ આવેલ હતી જેમાં પ્રથમ ક્રમે ચાંદેગરા રિદ્ધિ ભાવેશ ભાઈ જે 99.98 PR અને 95.29% એ ઉત્તીર્ણ થયેલ તેમજ દ્વિતીય સ્થાને કારીયા નેહા જયેશ ભાઈ 99.95.PR અને 95.14%એ ઉત્તીર્ણ થતા બંને A1 ગ્રેડ પ્રાપ્ત કરતા સ્કૂલ સંચાલકો તેમજ વાલી ઓ દ્વારા મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ આપી હતી અને આવનાર ભવિષ્ય માં પણ આગળ ખૂબ પ્રગતિ ના સોપાન સર કરવા જણાવ્યું હતું…

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)