કેશોદ ST ડેપો માં લોકો ને ગરમી થી રાહત મળે તે હેતુ શરબત વિતરણ કરાયું.

કેશોદ:

કેશોદ એસ.ટી.ડેપો દ્વારા પેસેન્જર માટે સરબતની વ્યવસ્થા કરવામાં આવી.

કેશોદ એસ . ટી . ડેપો દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર ડેપોને સ્વચ્છ રાખવાનું કાર્ય ચાલી રહ્યું છે, ભારત વિકાસ પરિષદ ને સાથે રાખીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે પેસેન્જર ની સુવિધા માટે અનેક કાર્યો ડેપો મેનેજર ભીલ સાહેબ તથા પાર્સલ સર્વિસ વિભાગ સાંભળતા સિદ્ધરાજસિંહ રાયજાદાનાં પ્રયત્નો થી કરવામાં આવે છે.

જેને લઈને સમગ્ર ગુજરાતમાં કેશોદ એસ. ટી. ડેપોએ પ્રસંશા પ્રાપ્ત કરેલ છે.

હાલમાં સમગ્ર ગુજરાતમાં હીટવેવનાં કારણે લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે ગરમીથી લોકોના મોત પણ થયેલા છે ત્યારે આજરોજ કેશોદ એસ.ટી. ડેપો દ્વારા અનોથી પહેલ કરી દરેક આવતા જતા મુસાફરો માટે વરિયાળી શરબત મહાવીરસિંહ જાડેજા અને એસ. ટી.ટીમ દ્વારા બનાવી પીવડાવવા માં આવે તો આવી કાળઝાળ ગરમીમાં શરબત થી લોકો ને ઠંડક થાય છે અને આ કાર્યને મુસાફરો દ્વારા બિરદાવવામાં આવી રહ્યું છે.

ઉનાળા ની ગરમી થી રાહત માટે તમામ લોકો ને શરબત પીવડાવ્યું

આ કાર્યમાં મનસુખભાઇ સિંધવ, મેનેજર ભીલ સાહેબ, સિદ્ધરાજસિંહ રાયજાદા, મહાવીર સિંહ જાડેજા પોતાની સેવા આપી રહ્યા છે

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)