કે. મંત્રી રાઘવજી પટેલે જામનગર કલેકટર બી.કે. પંડ્યા તથા ડી.એલ.બી.સીના સભ્યો સાથે પાક ધિરાણ સંદર્ભે બેઠક યોજી.

જામનગર:

જૂન, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર બી.કે. પંડયા તથા ડિસ્ટ્રીક્ટ લેવલ બેંકર્સ કમિટીના (ડીએલબીસી) સભ્યો સાથે પાક ધિરાણ સંદર્ભે બેઠક યોજી હતી.

આ બેઠકમાં મંત્રીએ ખેડૂતોને પાક ધિરાણ, લોન, માછીમારીઓને લોન આપવી તેમજ ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે સંકલનમાં રહી વધુમાં વધુ જરૂરિયાતમંદોને સરકારની યોજનાઓનો ફાયદો મળે તે પ્રકારે આયોજનબદ્ધ કામગીરી કરવા બેન્ક મેનેજરોને માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, વિવિધ બેંકોના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- સલમાન ખાન (જામનગર)