કોંગ્રેસ પાર્ટીમાં ઈમાનદાર કાર્યકર્તાની જરૂરિયાત છે: પરિણીતા શિદે

ધરમપુર

વલસાડ જિલ્લાના નવા કોંગ્રેસ પ્રમુખની પસંદગીના હેતુસર મહારાષ્ટ્રના સાંસદ પરિણીતા શિદે ધરમપુર ખાતે આવ્યા હતા અને કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી. મંચ પરથી સંબોધન કરતાં પરિણીતા શિદેએ જણાવ્યું હતું કે, લોકસભામાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના સૂચન મુજબ, પક્ષમાં રહીને ભાજપ માટે કામ કરતા નેતાઓ માટે કોંગ્રેસમાં કોઈ જગ્યા નથી.

રાહુલ ગાંધીના માર્ગદર્શન મુજબ દરેક જિલ્લામાં નવું સંગઠન મજબૂત બનાવવું અને નવા પ્રતિષ્ઠિત નેતાઓની પસંદગી કરવી એ પ્રયત્નો શરૂ થયાં છે. વલસાડ જિલ્લામાં પણ દિનેશ પટેલની જગ્યાએ નવા જીલ્લા પ્રમુખની વરણી થવાની સંભાવનાઓ વ્યક્ત થઈ છે.

પરિણીતા શિદેએ વધુમાં કહ્યું હતું કે, “કોંગ્રેસને એવા સચ્ચા અને નિષ્ઠાવાન કાર્યકરોની જરૂર છે, જેઓ પાર્ટી માટે સંપૂર્ણ સમર્પણથી કામ કરે અને પાર્ટીના હાથે મજબૂત બનાવે.

આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ ધારાસભ્ય પુનાજી ગામિત, ભૂતપૂર્વ સાંસદ કિશન પટેલ, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.