કોડીનારમાં સાંસ્કૃતિક રીતે નવરાત્રી ની ઉજવણી કરાઇ.

કોડીનાર

કોડીનાર શહેમાં નવમા નોરતાં ના રોજ અમૃતનગર અને રાધાસ્વામી સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી ઉજવણીમાં પહેલા શાસ્ત્રોક રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું અને માં ભગવતી ના શક્તિ સ્વરૂપ ની થીમ પર ગૃહીણીઓએ સાફો બાંધી અને પોતાના પતિ પાછળ બાઈક પર બેસીને ઉભા રહી તલવાર બાજી કરીને નારી શક્તિ ના ઉદાહરણ ને યથાર્થ કર્યો. નારી ફ્કત રસોડા માં વેલણ જ નહિ જરૂર લાગે તો શસ્ત્ર પણ ઉઠાવી શકે અને સમાજ અને દેશની રક્ષા કરી શકે છે તેમ આ થીમ દ્વારા ઉપદેશ અપાયો હતો, ગુજરાતના ગર્વને ઉજાગર કરવા સાંસ્કૃતિક પહેરવેશ સાથે રાસગરબા રમી માતાજી ની આરાધના કરી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)