જૂનાગઢ મહાનગર પાલિકા,જૂનાગઢની બાંધકામ શાખા દ્વારા કોન્ટ્રાકટરશ્રી મુકેશ એચ.ગૌસ્વામીને વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે. જે અન્વયે જોષીપરા અન્ડર બ્રિજ થી અગ્રાવત ચોક સુધી તેમના ધ્વારા બનાવવામાં આવેલ રોડ ડેમેજ થયેલ છે, જે તાત્કાલીક અસરથી દિવસ-૦૫ માં રીપેર કરવા માટે અવાર નવાર કોન્ટ્રાકટરશ્રીને જાણ કરવામાં આવેલ, તેમજ કોન્ટ્રાકટરને દિવસ-૦૨ માં સ્થળે કામગીરી શરૂ કરવા જણાવેલ તેમ છતા તેઓ ધ્વારા આજ દિન સુધી સ્થળે કોઈ કામગીરી હાથ ધરવામાં આવેલ ન હતી, જેથી દિવસ-૦૫ માં સ્થળે કામગીરી ચાલુ કરવા કોન્ટ્રાકટરશ્રી મુકેશ એચ.ગૌસ્વામીને નોટીસ આપવામાં આવેલ, તેમ છતા કોન્ટ્રાકટરશ્રી ધ્વારા આજ દિન સુધી સ્થળ પર કામગીરી ચાલુ કરેલ નથી, જે ધ્યાને લઈ સદર કામગીરી કરવા કોન્ટ્રાકટરશ્રી ધ્વારા આ કામની ભરપાઈ કરેલ સીકયોરીટી ડીપોઝીટ જપ્ત કરી રોડની કામગીરી પુર્ણ કરવામાં આવશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)