ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોબ ગામની સીમમાં જુગાર રમાતા એલ.સી.બી. દ્વારા રેડ કરી ૧૦ આરોપીઓ ઝડપવામાં આવ્યા છે. રેડ દરમિયાન રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ ₹૧,૧૮,૮૦૦/-નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જુનાગઢ રેન્જના આઈ.જી.પી. નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે.
આ દરમ્યાન એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કોબ ગામની કાઠાવિસ્તારમાં રેડ કરવામાં આવી હતી.
જ્યાંથી નીચે મુજબના ૧૦ જુગારિયાઓની ધરપકડ કરવામાં આવી:
પુનાભાઈ મસરીભાઈ સોલંકી (ઉ.વ. ૪૫)
ભાવેશભાઈ બાબુભાઈ ભાલીયા (ઉ.વ. ૨૭)
સંજયભાઈ પાંચાભાઈ ભાલીયા (ઉ.વ. ૨૯)
નગાભાઈ લાખાભાઈ બારૈયા (ઉ.વ. ૩૫)
કાનજીભાઈ હમીરભાઈ ભાલીયા (ઉ.વ. ૪૦)
નાનજીભાઈ ભગવાનભાઈ બાંભણીયા (ઉ.વ. ૪૦)
ગોવિંદભાઈ પરબતભાઈ બારૈયા (ઉ.વ. ૩૬)
મોહનભાઈ બચુભાઈ ભાલીયા (ઉ.વ. ૨૯)
વિજયભાઈ રામસિંહભાઈ ચુડાસમા (ઉ.વ. ૩૨)
નરેશભાઈ રવજીભાઈ વંશ (ઉ.વ. ૨૫)
જપ્ત મુદ્દામાલ:
રોકડ: ₹૭૮,૩૦૦/-
મોબાઇલ ફોન (૯): ₹૪૦,૫૦૦/-
જુગાર સાધનો અને પાથરણું
કુલ કિંમત: ₹૧,૧૮,૮૦૦/-
આ રેડમાં એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. કમલેશભાઈ પીઠીયા, ગોવિંદસિંહ વાળા, ધર્મેન્દ્રસિંહ ગોહીલ, તેમજ પેરોલ ફર્લો સ્કવોડના પ્રવિણભાઈ મોરી અને રવિરાજસિંહ બારડનો મહત્વનો ફાળો રહ્યો.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ.