ખંભાળિયામા દાદાનું બુલડોઝર મેદાને – ગેરકાયદેસર દબાણો પર તંત્રનો કડક પગલાં

દ્વારકા, ખંભાળિયા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં તેલી નદી અને ઘી નદી કાંઠે વર્ષોથી વસવાટ કરતાં ગેરકાયદેસર દબાણકારો વિરુદ્ધ તંત્રએ આજે કડક કાર્યવાહી કરી છે. ખંભાળિયા પાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસોની મુદત પૂરી થતાં, આજે ડિમોલિશન કામગીરી શરૂ કરી દેવાઈ હતી.

શહેરના નદી કાંઠાના વિસ્તારમાં આવેલ રહેણાક મકાનો, દુકાનો અને અન્ય અસ્થાયી માળખાઓ પર ચાલવામાં આવેલા બુલડોઝર ઓપરેશનથી દબાણકારોમાં હડકંપ મચી ગયો હતો.
તેલી નદીની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી થયેલા અંદાજે 100 જેટલા દબાણ કર્તાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. છતાં પણ કેટલાક દબાણકારોએ સમયસર જગ્યાઓ ખાલી ન કરતાં તંત્રે પોતાની ફરજ અદાઈ કરી હતી.

કાર્યવાહીના મુખ્ય મુદ્દા:

  • ખંભાળિયા બેઠક રોડ વિસ્તારમાં દબાણ વિરોધી અભિયાન હાથ ધરાયું
  • સરકારી જમીન પર કરાયેલ ગેરકાયદેસર બાંધકામો પર ચલાવાયું બુલડોઝર
  • પાલિકા દ્વારા અગાઉ ફટકારવામાં આવેલી નોટિસ બાદ કાર્યવાહી
  • દબાણકારોમાં ફફડાટ, કઇંક જણોએ પોતપોતાનું સામાન પહેલા થી હટાવી લીધું

શહેરી વિકાસ અને નદી કાંઠાના વિસ્તારોના જીવંતીકરણ માટે તંત્ર દ્વારા આવી કાર્યવાહી આવશ્યક હોવાનું પાલિકા તંત્રએ જણાવ્યું હતું. આગળ પણ આવાં દબાણોને બેદરકારીથી સહન નહીં કરવાનું સ્પષ્ટ સંદેશ તંત્રએ આપ્યો છે.

સંવાદદાતા: ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્વારકા