ખનીજના ગેરકાયદેસર ખનન કરતા ઈસમો પર કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની કડક કાર્યવાહી.

અંદાજિત રૂ.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.
કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ, ખાણ અને ખનીજ કચેરી, ગીર સોમનાથ તેમજ આર. ટી. ઓ.ની સંયુક્ત ટીમ દ્વારા ખનીજના ગેરકાયદેસર ખનન કરતાં ઈસમો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે,


ગીર સોમનાથ રેવન્યૂ વિભાગ, ખાણ અને ખનીજ કચેરી તેમજ આર.ટી.ઓ.ની સંયુક્ત ટીમ દ્વારા ખનીજના ગેરકાયદેસર ખનન બદલ ત્રણ ગાડીને પકડી અંદાજિત રૂ. 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, સૂત્રાપાડાના પ્રાચી ખાતે બે ગાડીને બ્લેક ટ્રેપ અને એક ગાડી સાદી રેતી ખનીજના ગેરકાયદેસર ખનન અને વહન માટે પકડવામાં આવી હતી. જેને જપ્ત કરીને સૂત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી છે.

અહેવાલ : પ્રકાશભાઈ કારાણી વેરાવળ (સોમનાથ)