જૂનાગઢ ગુજરાત ગૈાણ ખનીજ છૂટછાટ નિયમો ૨૦૧૭ ના પરિશિષ્ટ-૩ હેઠળ ભાગ-૧માં દર્શાવેલ ખનીજ જેવા કે સાદી રેતી, હાર્ડ મુરમ, બ્લેકટ્રેપ, બિલ્ડીંગ સ્ટોન વગેરેના ઉપયોગ સાથે સંકળાયેલા જૂનાગઢ જિલ્લામાં ખનીજનો અંતિમ વપરાશ કરતા સરકારી, અર્ધસરકારી વિભાગો જેવા કે રાજ્ય સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, પંચાયત બોર્ડ, કોર્પોરેશન, રેલવે, નેશનલ હાઈવે ઓથોરિટી, પબ્લિક હેલ્થ વિભાગ વગેરે તમામ વિભાગો અને જાહેર/સરકારી બાંધકામો અન્ય એજન્સી, કોન્ટ્રાક્ટર, પેટા કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવે તો કામ કરનાર એજન્સી, કોન્ટ્રાક્ટર, પેટા કોન્ટ્રાક્ટરે રજીસ્ટ્રેશન નિયત ફી ભરી પોર્ટલમાં વિભાગીય કોન્ટ્રાક્ટર એન્ડ યુઝર તરીકેની નોંધણી કરાવવા જણાવવામાં આવે છે.
ઉક્ત પ્રકારના અંતિમ વપરાશ કરતાઓ દ્વારા ILMS પોર્ટલ https://cgmatr.ncode.in માં લોગ ઈન કરી રજીસ્ટ્રેશન મોડ્યુલમાં જઈ લાગુ પડતી ફી ઓનલાઈન જમા કરાવી અંતિમ વપરાશ કરતા કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે કોન્ટ્રાક્ટર, પેટા કોન્ટ્રાક્ટર, એજન્સી જેવા અંતિમ વપરાશ કરતા ને રજીસ્ટ્રેશન કરાવવા અંગેની જવાબદારી જે તે ખાતા હેઠળ કામ કરતા હોય તે ખાતાના વડાની રહેશે જેની નોંધ લેવી તેમ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી જૂનાગઢ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)