ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ૧૫ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરવાની તક.

ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ભારત સરકારના નિયંત્રણ હેઠળના નાફેડ દ્વારા ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ૧ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે. ખેડૂતો આગામી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.

પોર્ટલ પર એક સાથે વધુ ખેડૂતોના VCE મારફત મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન થતા પોર્ટલ પર ભારે ટ્રાફિક સર્જાતા તે સમયસર ક્રેશ થયું હતું. જેના ઉકેલ માટે નાફેડ દ્વારા સતત સિસ્ટમ અપડેશન અને સુધારા કરવામાં આવી રહ્યા છે.

ખેડૂતોને અનુરોધ છે કે તેઓ બિનજરૂરી ભીડ ન કરે, કારણ કે રજીસ્ટ્રેશન માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. જરૂર પડે તો સમય મર્યાદા લંબાવવાની શક્યતા પણ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા દર્શાવવામાં આવી છે.

જિલ્લા પંચાયત અને ખેતીવાડી વિભાગની અખબારી યાદી અનુસાર, ખેડૂતોને વિશ્વાસ અપાયો છે કે દરેક ખેડૂતોનું રજીસ્ટ્રેશન સરળતાથી પૂર્ણ થશે અને ટેકાના ભાવે પાકોની ખરીદી સુનિશ્ચિત થશે.

📌 ખેડૂતોને અનુરોધ :

  • ૧૫ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન અવશ્ય પૂર્ણ કરવું.

  • ધસારો કે ગભરાટ ન કરવો.

  • જરૂર પડે તો વધારાનો સમય આપવામાં આવશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ