ખેડબ્રહમા અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમનો મહામેળો તા.૧૨ થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન સાત દિવસ માટે યોજાશે.

અંબાજી

અંબાજી માતાજી મંદિર દાંતા તથા ખેડબ્રહમા અંબાજી મંદિર ખાતે તા.૧૨/૦૯/૨૦૨૪ થી તા.૧૮/૦૯/૨૦૨૪ સુધી યોજાનાર ભાદરવી પૂનમના મેળા અ‌ન્વયે જિલ્લામાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ /ટ્રસ્ટો /સ્થાનિકો ધ્વારા ઉભા કરવામાં આવતા હંગામી સેવા કે‌મ્પો અને વિસામામાં સરકારની પ્રવર્તમાન જોગવાઇઓ અને નિયમો અનુસાર યાત્રિકોની સલામતી અને સુરક્ષાના ધારા ધોરણો મુજબ જળવાઇ રહે, સફાઇની પૂરતી વ્યવસ્થા થાય, આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે, ટ્રાફિક મેનેજમે‌ન્ટ તેમજ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તેમજ પદયાત્રીઓને કોઇ મુશ્કેલી ન પડે તથા યાત્રાળુઓને પુરતી સુવિધાઓ મળી રહે તે હેતુથી સેવાકે‌મ્પો /વિસામાના આયોજકો ધ્વારા નીચેની શરતોનું પાલન કરવામાં આવે તથા સંબંધિત તાલુકાની મામલતદાર કચેરી ખાતે તેની અચુક જાણ કરવામાં આવે તે માટે જાહેર જનતાને જણાવવામાં આવે છે.

સેવા કે‌મ્પ/વિસામા માટેની શરતો
1. સેવાકે‌મ્પ/વિસામાનું આયોજન અંબાજી તરફ જતા માર્ગની ડાબી બાજુએ જ કરવાનું રહેશે.
2. સેવા કેમ્પ/વિસામામાં સેવા આપનાર વ્યક્તિઓની સંપૂર્ણ માહિતી જેમ કે નામ, સરનામું, ફોન સેવા કેમ્પના મુખ્ય વ્યક્તિ પાસે હોવી ફરજીયાત છે.
3. સેવા કેમ્પ/વિસામા ઉપર મેળા દરમિયાન સંપૂર્ણ સ્વચ્છતા જાળવવાની રહેશે. તેમજ મેળો પૂર્ણ થયે યોગ્ય સફાઈ કરવાની રહેશે. પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ કરી શકાશે નહિ.
4. સેવા કેમ્પ/વિસામા ઉપર જરૂરીયાત મુજબની સીક્યોરીટી તેમજ ટ્રાફિક નિયમન કરાવવાનું રહેશે.
5. સેવા કેમ્પ/વિસામા માર્ગ અને મકાન વિભાગના નિયમ અને પોલીસ વ્યવસ્થાનાં ભાગરુપે રોડની કિનારીથી 30 મીટર અંદર ઉભા કરવાના રહેશે.
6. સેવા કેમ્પ/વિસામા ના સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરેલ હોય તો સ્ટેજ રોડ તરફ રાખી શકાશે નહિ. અન્યથા પોલીસ વ્યવસ્થાના ભાગરૂપે જરૂરી બદલાવ કરાવવામાં આવશે.
7. સેવા કેમ્પ/વિસામા ખાતે યાત્રિકોના પગરખા મુકવા માટેના સ્ટેન્ડ ઉભા કરવાના રહશે.
8. સેવા કેમ્પ/વિસામાના રોડ ઉપર કોઈપણ પ્રકારના વધારાના બમ્પ કે અવરોધ બનાવવા નહી.
9. સેવા કેમ્પ/વિસામા અને તેને લગતી અન્ય બાબતો માટે પદયાત્રીઓને કે રસ્તા પર જતા વાહનોને કોઇપણ અડચણ ન થાય તે મુજબ ની વ્યવસ્થા કરવાની રહેશે.
10. સેવા કેમ્પ/વિસામાના આયોજકશ્રીએ પોતાની રીતે નિયમાનુસાર હંગામી વીજ કનેક્શન મેળવી લેવાનું રહેશે.
11. પીવાના અને વપરાશ કરવાના પાણીની સુવિધા સેવા કેમ્પ ધ્વારા જાતે કરવાની રહેશે.
12. સેવા કેમ્પ/વિસામાના આયોજકો ઘ્વારા યાત્રીઓને આરોગ્યપ્રદ ખોરાક અને કલોરીનેટેડ પાણીની સુવિઘા આ૫વાની રહેશે.
13. સેવા કેમ્પ/વિસામાની તમામ જરૂરિયાતો સ્વ-ખર્ચે કરવાની રહેશે.
14. સાબરકાંઠા પોલીસ વિભાગ/સક્ષમ અધિકારીશ્રી ધ્વારા આપના સ્થળની ચકાસણી કરવામાં આવશે.
15. સેવા કેમ્પ/વિસામાના આયોજકો ઘ્વારા જરૂરી જણાયે સી.સી.ટી.વી. કેમેરા લગાડવાના રહેશે.
16. જરૂરિયાત મુજબના અગ્નિશામક ઉ૫કરણો તેમજ અન્ય આનુષાંગિક તમામ વ્યવસ્થા કરવાની રહેશે.
17. સેવા કે‌મ્પ/વિસામા શરૂ કરતાં પહેલા સંબંધિત તાલુકાના મામલતદારશ્રીઓને અચુક જાણ કરવાની રહેશે.
18. ઉપરોક્ત શરતોનું પાલન ન કરતા કે અ‌ન્ય અનિવાર્ય કારણસર, અન્ય પબ્લિક મેનેજમેન્ટ કે સુરક્ષાના કારણસર સેવાકે‌મ્પ / વિસામા વહીવટી તંત્ર ધ્વારા બંધ કરવામાં આવશે. એમ જિલ્લા કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે .

અહેવાલ :-ચંદ્રકાંત પ્રજાપતિ, સાબરકાંઠા (ખેડબ્રહ્મા)