ખેડબ્રહ્માના ચીખલા ગ્રામ પંચાયતની સરાહનીય કામગીરી સમે આવી.પંચાયત દ્વારા હાઇવે રોડ પર ચાલતા માઈભક્તો દ્વારા નખાતા કચરાને વીણી કરાઈ રહી છે સફાઈ.

સાબરકાંઠા

ભાદરવી પૂનમ સંદર્ભે ખેડબ્રહ્મા સહિતના રસ્તાઓ પગપાળા માઈભક્તોના નાદથી ઉભરાઈ રહ્યા છે અને આવા રસ્તાઓ પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક પ્રકારની સેવાઓ કરાઈ રહી છે તેવા સમયે પદયાત્રીઓને ખાવા તથા પીવા માટેની વ્યવસ્થાઓ કરાઈ છે તેવા સમયે રસ્તાઓ પર અનેક પ્રકારનો કચરો પડતો હોય છે અને તેના લીધે ગંદકી ફેલાય છે. તેવા સમયે માઈભક્તો દ્વારા નાખતા નાકામ કચરાને ચિખલા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હિતેષભાઇ ડાભી અને તેમની પંચાયતની ટીમ દ્વારા રોડ પર પડેલ કચરાને ડસ્ટબિન ટોપલીમાં વીણી ટ્રેકટર દ્વારા તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરી સફાઈની ઝુંબેશ હાથ ધરી છે અને રસ્તાઓ તથા રોડની બાજુમાં અથવા કેમ્પની આજુબાજુનો કચરો વીણી સાફ કરી સરાહનીય કામગીરી કરી રહ્યા છે તેને સર્વ લોકો આવકારી રહ્યા છે.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ, સાબરકાંઠા (ખેડબ્રહ્મા)