ખેડબ્રહ્માના પરોયા ગામે બિયારણના વેપારી પર જાનલેવા હૂમલો. હુમલો કરનાર આરોપીઓનો ગામમાં કાઢ્યો વરઘોડો


         
ખેડબ્રહ્મા તાલુકાના નીચી ધનાલ ગામના બિયારણના વેપારી મહેન્દ્રભાઈ હીરાભાઈ પટેલ 28-12-2024 ના રોજ સાંજે  ૭-૩૦ વાગે ખેડબ્રહ્મા તાલુકાના પરોયા ગામે બિયારણના કામે ગયેલ ત્યારે પરોયાના આરોપી અમૃતભાઈ મોતીભાઈ મકવાણા તથા અન્ય પાંચ લોકોએ એક સંપ થઈને મહેન્દ્રભાઈ હીરાભાઈ પટેલ પર કુહાડી તથા લાકડીઓ વડે હુમલો કર્યો હતો.

જેમાં અમરતભાઈ મોતીભાઈ મકવાણાએ મહેન્દ્રભાઈ પટેલને માથામાં કુહાડીનો ઘા કર્યો હતો તથા વિષ્ણુભાઈ અમૃતભાઈ મકવાણા તથા અક્ષયભાઈ અમરતભાઈ મકવાણાએ ગડદા પાટુનો માર માર્યો હતો. ડાહ્યાભાઈ મોતીભાઈ મકવાણા, હરેશભાઈ દિનેશભાઈ મકવાણા તથા રોહિતભાઈ વાલાભાઈ સોનગરાએ લાકડીનો માર માર્યો હતો આ સિવાય હરેશ દિનેશભાઈ મકવાણાએ લાકડી વડે મહેન્દ્રભાઈ પટેલની બ્રેઝા ગાડી નંબર GJ -09- BG-2662 નો કાચ તોડી નાખેલ જેમાં મહેન્દ્રભાઈ હીરાભાઈને શારીરીક  ઇજાઓ થતાં દવાખાને દાખલ કરેલ છે.

નિકુંજભાઈ નટુભાઈ પટેલ રહે જગુભાઈનો કંપો (ગાડું) ખેડબ્રહ્મા વાળાએ આ અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા આ અંગેની કાયદેસરની ફરિયાદ દાખલ કરી તેની વધુ તપાસ ખેડબ્રહ્મા પી.આઇ. ડી. આર. પઢેરીયા ચલાવી રહ્યા છે.

અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ , બ્યુરો ચીફ, (સાબરકાંઠા)