ખેડબ્રહ્માના લક્ષ્મીપુરાના નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસ ઉથાપન ઉજવણી કરાઈ.

બનાસકાંઠા

ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે આવેલ પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસ પૂર્ણ થતાં શ્રાવણ માસ ની પૂર્ણાહુતિ પ્રસંગે લઘુરુદ્ર યજ્ઞ, સંત મિલન તથા મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું. શ્રી નીલકંઠ મહાદેવ મંદિરે વર્ષો જૂની પરંપરા પ્રમાણે શ્રાવણ માસ પૂર્ણ થતાં ભાદરવા સુદ બીજના દિવસે યોજાતા કાર્યક્રમ પ્રમાણે આજે તારીખ 5- 9 -2024 ને ગુરૂવારના રોજ સવારે મહંત પૂ. સોહમપુરી મહારાજના માર્ગદર્શન તળે મંદિરમાં લઘુરુદ્રનુ આયોજન કરાયું હતું. અને મહા પ્રસાદ નું આયોજન કરાયું હતું. આ ધાર્મિક  કાર્યક્રમમાં વીરેશ્વર કબીર આશ્રમના મહંત શ્રી તુલસીદાસ મહારાજ, વડાલી કબીર આશ્રમના મહંત શ્રી સેવાદાસ મહારાજ, ગુંદેલ પીઠાધિશવર ૧૦૦૮ શ્રી નવલ કિશોરદાસજી  મહારાજ તથા  અન્ય સંતો અને મહંતો, લક્ષ્મીપુરા ગામના તથા આસપાસના ગામોમાંથી શિવ ભક્તો, ખેડબ્રહ્મા વિશ્વ પરિષદ, આરએસએસ તથા ભારત વિકાસ પરિષદના સદસ્યો આવ્યા હતા. શાળાના તમામ બાળકોને પણ મહાપ્રસાદ પીરસાયો હતો. વરસાદના વિઘ્ન વચ્ચે પણ કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)