સાબરકાંઠા
સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામમાં આવેલ જી.આઇ.એ.આઇ.ટી.આઇ. ખાતે વિદ્યાર્થીઓના પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જેમાં ચાલતા અલગ અલગ વ્યવસાય માટેની તાલીમના કોર્ષ ભરતી કરવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓ ટેકનિકલ તાલીમ મેળવી સ્વનિર્ભર બને છે અને પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવવા સક્ષમ બને છે. નાકા આઇ.ટી.આઇ.માં સીવણ, વાયર મેન, ઇલેક્ટ્રિશિયન તથા ફીડર જેવા કોર્ષની તાલીમ આપવામાં આવે છે.
સદર આઇ.ટી.આઇ.માં કન્યાઓને તથા જન જાતિના તાલીમાર્થીઓને વિના મૂલ્યે તાલીમ આપવામાં આવે છે. અનુ. જાતી તથા જન જાતિના તાલીમાર્થીઓને દર માસે ૪૦૦ ના ધોરણે અને જનરલ કેટેગરીના તાલીમાર્થીઓને દર માસે ૨૦૦ ના ધોરણે વૃતિકા આપવામાં આવે છે. આમ પ્રવેશ કાર્યવાહીનું આયોજન થતાં મોટી સંખ્યામાં અલગ અલગ ટ્રેડના વિદ્યાર્થીઓને મા અંબાના આશીર્વાદ સાથે પ્રસાદ દ્વારા મોઢું મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવેલ હતો. આ સમયે સંચાલકો અને તાલીમ શિક્ષક સ્ટાફ દ્વારા કોર્શને લગતી માહિતી આપવામાં આવેલ હતી.
અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ, (ખેડબ્રહ્મા) સાબરકાંઠા