ખેડબ્રહ્માની યુવતીએ સાસરી પક્ષના ૬ લોકો સામે નોંધાવી ફરિયાદ, સાસરી પક્ષના લોકો દ્વારા ત્રાસ અપાતો હોવાની રાવ

સાબરકાંઠા

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ખાતે પ્રજાપતિ યુવતીએ સાસરિયાં પક્ષ તરફથી પતિ, સાસુ, સસરા, દિયર, માસાજી અને માસીજી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. જેની માહિતી મુજબ ખેડબ્રહ્મા ખાતે આવેલ પ્રજાપતિ સોસાયટીમાં રહેતા ગણપતભાઇ પ્રજાપતિની દીકરી રેખાબેન ઉંમર ૨૫ વર્ષના જેમનું લગ્ન સને ૨૦૨૨ માં પોરબંદરના નરેન્દ્ર ઓમપ્રકશભાઈ પ્રજાપતિ સાથે સામાજિક રીત રિવાજ મુજબ થયું હતું. લગ્ન બાદ રેખાબેન પોતાની સાસરી પોરબંદર ખાતે રહેતા હતા. લગ્ન બાદ સાસુ વારંવાર કામ માટે બોલાચાલી કરી ઝગડા કરતા હતા. જેથી અરજદારના પિતા ખેડબ્રહ્મા તેડી લાવ્યા હતા. ખેડબ્રહ્મા ખાતે અરજદાર દશેક મહિના રહ્યા હતા આ દરમિયાન બને પક્ષે સમાધાન કરી પરત લઇ ગયા હતા.ત્યાર બાદ અવાર નવાર ફરીથી ઝગડા કરતા હોઈ અને.જાનથી મારી નાખવાની ધમકી આપતા હોઈ તેમજ દિયર લલિતભાઈ જ્યારે પણ નોકરી ઉપરથી ઘરે આવે ત્યારે પતિની ચઢામણી કરતા હોય પતિ રેખાબેનને માર મારતાં હતાં અને ઝગડાઓ કરતા હતા જેથી રેખાબેન ૧૦ ઓગસ્ટના રોજ પોરબંદર ૧૦૦ નંબર ઉપર ફોન કરતા બે મહિલા પોલીસ આવેલ અને રેખાબેનને સખી વન સ્ટોપ સેન્ટર પોરબંદર રાખેલ અને પછી પોલીસે તેમના ભાઈ અશોકભાઈને ફોન કરતા તેમના ભાઈ લેવા આવેલ અને પછી ખેડબ્રહ્મા મુકામે આવેલ હતા અને પતિ નરેન્દ્રભાઇ પ્રજાપતિ, સાસુ લક્ષ્મીબેન, સસરા ઓમપ્રકાશ ભવરલાલ, માસાજી શિવરામભાઇ ભવરલાલ, માસિજી મંજુલાબેન શિવાભાઈ તથા દિયર લલિતભાઈ સામે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)