ખેડબ્રહ્મામાં ખેતી બેંક શાખાનું ખાતમુહૂર્ત, સાંસદ રમીલાબેન બારા સહીત મહાનુભાવોની ઉપસ્થિતિ!!

ખેડબ્રહ્મા, 05 માર્ચ 2025
ખેડબ્રહ્મા રેલ્વે સ્ટેશનની સામે અને બાપા સીતારામ મંદિરની બાજુમાં ૬ માર્ચ, ૨૦૨૫ (ગુરુવાર)ના રોજ સવારે ૧૦ વાગ્યે ખેતી બેંક શાખાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પાવન પ્રસંગે સંત શિરોમણી સોહમપુરી મહારાજના વરદ હસ્તે ખાતમુહૂર્ત થશે.

ઉપસ્થિત મહાનુભાવો

આ પ્રસંગે શાખાના વાઇસ ચેરમેન જીવણભાઈ બી. આહીર અને ચેરમેન ડોલર કોટેચા સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. તેમજ સાંસદ રમીલાબેન બારા, સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયા, જી.સી.એમ.એમ.એફના ચેરમેન શામળભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા સહકારી બેંક ચેરમેન હંસાબેન પટેલ, અરવલ્લી ભાજપ જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘ પ્રમુખ જશુભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે.

ખેડૂતો માટે નવી beginning

ખેતી બેંકની આ શાખા સ્થાનિક ખેડૂતો અને વેપારીઓ માટે મોટા ઉન્નતિના દરવાજા ખોલશે. આ બેંક થકી ખેડૂતોને લોન, ખેતી સહાય અને નાણાકીય સહાય ઉપલબ્ધ થશે, જે ખેત ઉત્પાદકતામાં વધારો લાવવા માટે ઉપયોગી સાબિત થશે.

📍 લોકેશન: ખેડબ્રહ્મા | અહેવાલ: ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા