ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા અંબિકા મંદિર ખાતે આગામી ૧૨ થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના મેળા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ ન પડે અને તેમને તમામ સગવડ અને વ્યવસ્થા મળી રહે તે માટે સંપૂર્ણ તૈયારીઓને ઓપ આપી દેવામાં આવ્યો છે. ઉપરાત ભરાંતા મેળામાં રમકડા, ઘરેલુ સામાન, ચા પાણી, નાસ્તાની, પ્રસાદના સ્ટોલની દુકાનો બનાવવા માટે સ્ટોલની હરાજી થઈ ગયેલ છે. મંદિર સંકુલમાં વધારાના કચરાની સફાઈ કરવા કામદાર રોકી સફાઈ કરવામાં આવે છે. દર્શન માટે આવતા માઈભક્તોને પ્રસાદ મળી રહે તે માટે 150 ઘીના ડબ્બાની ખરીદી થઈ ગયેલ છે. મંદિર દ્વારા મેળામાં આવતા લોકોની સુરક્ષા માટે તથા ટ્રાફિક નિયમન માટે વધારાના માણસો સાથેની ટીમ બનાવી દેવાયેલ છે. મેળાના દિવસોમાં આવતા મોટા વાહનોને અવર જવર માટે તકલીફ ન પડે તે માટે મંદિર પાછળ આવેલ ચીખલા રોડ પરથી મોટો બાયપાસ રોડ બનાવી દેવાયેલ છે.. મેળા દરમિયાન આવતા માઇભક્તોએ કોઈ શારીરિક તકલીફ થાય તો મંદિર સંકુલમાં એક 108 હાજર રહેશે. તે ઉપરાંત મંદિર સંકુલમાં ફર્સ્ટ એડ માટે એક પોઇન્ટ બનાવેલ છે. ખેડબ્રહ્મા પોલીસ દ્વારા સુરક્ષા માટે મંદીર સંકુલમા પોલીસ ચોકી બનાવેલ છે. ભોજનાલય પણ ચાલુ છે.
અહેવાલ:- ચંદ્રકાંત પ્રજાપતિ, સાબરકાંઠા (ખેડબ્રહ્મા)