ખેડબ્રહ્મા ખાતે આવેલ અંબિકા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સામે આવી બેદરકારી, અરજદાર દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને જાણવા જોગ આપી ફરિયાદ.

સાબરકાંઠા

સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે સ્ટેટ હાઈવે રોડ ઉપર આવેલ અંબિકા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર દ્વારા કરવામાં આવેલ દર્દીની સારવારમાં ગંભીર બેદકારી સામે આવતા દર્દીના પરિવારમાં આક્રોશ વ્યક્ત થયો છે અને દર્દીના પતિ દ્વારા આ બાબતે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે અંબિકા હોસ્પિટલ સામે જાણવા જોગ ફરિયાદ આપી તટસ્થ ન્યાયની માંગણી સામે ન્યાયિક તપાસ કરવા વિનંતી કરી છે.

મળતી માહિતી મુજબ દર્દીના પતિ દ્વારા પત્નીને તારીખ 17 -8 -2024 ના રોજ સદર હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા અને ખેડબ્રહ્મા અંબિકા હોસ્પિટલ દ્વારા એડમિટ કરતા અને દર્દીને તપાસ કરતા લીવર ઉપર સોજો આવેલ હોવાનું ડોકટર દ્વારા જણાવતા બે ત્રણ દિવસ માટે દાખલ કરી સારવાર આપેલ. આ દર્દીને અન્ય કોઈ તકલીફ ન હતી. ડોકટર દ્વારા સારવાર સમયે બોટલ ચઢાવવા માટે હાથમાં વિગો લગાવેલ હતો અને તે વીગો લગાવતા થોડાક સમય બાદ બહુ દુખાવો થયો હતો. આ બાબતે દર્દીના પતિ દ્વારા ડોક્ટર મેહુલ પટેલ અને ગેનાજી ઠાકોરને આ અંગેની જાણ કરેલ હતી તે જાણ નજર અંદાજ કરતાં અને તેમની ધોર બેદરકારી કારણે દર્દીનો હાથ સૂજી ગયો હતો અને હાથમાં રસી થઈ જતા ખૂબ જ દુખાવો ઉપડેલ હતો. આ અંગે ડોક્ટરને જણાવતા તેમણે જણાવ્યું હતું કે બે ત્રણ દિવસમાં હાથ ઉપર બરફ ઘસવાથી સારું થઈ જશે. તે પછી દર્દીને ખૂબ જ તાવ આવતા અને દર્દીની તબિયત વધું લથડતાં તાત્કાલિક સારવાર અર્થે ઈડર , મહેસાણા અને અમદાવાદ ખાતે લઈ જવાનો વારો આવ્યો હતો.

સદર ડોક્ટર દ્વારા કરેલ રિપોર્ટની વધુ માહિતી મેળવતા દર્દીને શરીરમાં વિગોના કારણે લોહીમાં ઇન્ફેક્શન ભળી ગયું હોવાનું બહાર આવ્યું હતું . આ સિવાય લોહીના અલગ અલગ વધુ રિપોર્ટ કઢાવતા સદર હોસ્પિટલ દ્વારા કરેલ સારવાર જાન લેવા અને ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું. આ ઉપરાંત ઇન્ફેક્શનના કારણે શરીરમાં પગની આંગળીઓના ભાગે તેમજ કિડની, વાલ અને કરોડરજ્જુમાં પણ નુકસાન થયેલ હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું હતું . જેનાથી દર્દીને આશરે ચાર લાખ જેટલો ખર્ચ થયેલ છે અને દર્દીનો પરિવાર તથા દર્દી આધાતમાં શરીર પડ્યા હતા. આમ સદર દર્દીની તબિયત અત્યારે પણ નાજુક અવસ્થામાં હોવાનું જાણવા મળેલ છે. આ અંગે દર્દીના પતિ દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન તથા તાલુકા હેલ્થ ઓફિસર તેમજ અન્ય લગત કચેરીઓમાં આ બાબતની લેખિત જાણ કરી સત્વરે ખેડબ્રહ્મા અંબિકા મલ્ટી . સ્પે.હોસ્પિટલના ડોક્ટરો સામે કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરેલ છે.

અહેવાલ:- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)